India Vs Pakistan Asia Cup 2023: એશિયા કપ 2023ના જે મુકાબલાની સૌ કોઈ આતુરતથી રાહ જોઈ રહ્યા છે, તેને શરૂ થવાને હવે માત્ર થોડા કલાકો બાકી રહ્યા છે. આ મહા મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાનો છે. બે પડોશી દેશો વચ્ચેની આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલા અમે તમને બંને ટીમોના એવા આંકડા જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને આશ્ચર્ય થશે…
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં 17મી વખત ટકરાશે
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 17મી વખત આમને-સામને થશે. એશિયા કપની છેલ્લી 15 સીઝનમાં, બંને ટીમો T20 અને ODI ફોર્મેટ સહિત કુલ 16 વખત સામસામે આવી છે. આ 16 મેચોમાંથી, એક મેચમાં (વર્ષ 1997) કોઈ પરિણામ આવ્યું ન હતું. બાકીની 15 મેચોમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો.
જો જોવામાં આવે તો, 1984 થી 2018 સુધી, ભારત અને પાકિસ્તાન એશિયા કપના ODI ફોર્મેટમાં એકબીજા સામે 13 મેચ રમ્યા છે, જેમાં ભારતીય ટીમે 7 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાને પાંચ વખત જીતનો સ્વાદ ચાખ્યો, જ્યારે એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતીય ટીમે 1984, 1988, 2008, 2010, 2012 અને 2018માં બે વખત પાકિસ્તાનને હરાવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાને શારજાહના મેદાન પર 1995માં એશિયા કપમાં ભારત સામે તેની પ્રથમ મેચ જીતી હતી. આ પછી પાકિસ્તાને 2000, 2004, 2008 અને 2014માં પણ ભારતીય ટીમને હરાવી હતી.
જો આપણે T20 ફોર્મેટની વાત કરીએ તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન માત્ર ત્રણ વખત સામસામે આવ્યા છે. 2016માં એક અને 2022માં બે વખત બંને ટીમો બે વખત સામસામે આવી હતી. 2016માં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. જ્યારે 2022માં ગ્રુપ સ્ટેજમાં ભારત અને સુપર-4માં પાકિસ્તાન જીત્યું હતું. આ આંકડાઓને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે શનિવારે ભારત-પાકિસ્તાન મેચમાં રોમાંચ ચરમ પર રહેશે.
એશિયા કપમાં ભારત-PAK મેચોના પરિણામો:
1984: શારજાહમાં ભારત 84 રનથી જીત્યું
1988: ભારત 4 વિકેટે જીત્યું, ઢાંકા
1995: પાકિસ્તાન 97 રનથી જીત્યું, શારજાહ
1997: કોઈ પરિણામ નથી, કોલંબો
2000: પાકિસ્તાન 44 રનથી જીત્યું, ઢાંકા
2004: પાકિસ્તાન 59 રનથી જીત્યું, કોલંબો
2008: ભારત 6 વિકેટે જીત્યું, કરાચી
2008: પાકિસ્તાન 8 વિકેટે જીત્યું, કરાચી
2010: ટીમ ઈન્ડિયા 3 વિકેટે જીતી, દામ્બુલા
2012: ભારત 6 વિકેટે જીત્યું, મીરપુર
2014: પાકિસ્તાન 1 વિકેટે જીત્યું, મીરપુર
2016: ભારત 5 વિકેટે જીત્યું, મીરપુર
2018: ભારત 8 વિકેટે જીત્યું, દુબઈ
2018: ભારત 9 વિકેટે જીત્યું, દુબઈ
2022: ભારત 5 વિકેટે જીત્યું, દુબઈ
2022: પાકિસ્તાન 5 વિકેટે જીત્યું, દુબઈ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને આ મેચ માટે પોતાના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને એ જ ખેલાડીઓને પ્લેઇંગ-11માં તક આપી છે, જેમણે નેપાળ સામેની ઓપનિંગ મેચ જીતી હતી. બીજી તરફ ભારતીય ટીમની પ્લેઈંગ-11 ટોસના સમયે જ જાણી શકાશે. જોકે, એવી શક્યતા છે કે ભારત ત્રણ અનુભવી ઝડપી બોલરો, બે ઓલરાઉન્ડર, એક સ્પિનર અને પાંચ બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરશે. પ્લેઈંગ-11માં સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. જ્યારે શાર્દુલ ઠાકુર કરતાં મોહમ્મદ સિરાજને મહત્વ આપવામાં આવી શકે છે.
ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11: બાબર આઝમ (કેપ્ટન), ફખર જમાન, ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હેરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.
પાકિસ્તાન સામે ભારતના સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.
ADVERTISEMENT