India Vs England Rajkot Test day 4: ભારતે ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ રેકોર્ડ 434 રનથી મેચ જીતી છે. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસ (18 ફેબ્રુઆરી)ના છેલ્લા સેશનમાં ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે રોહિત બ્રિગેડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.
ADVERTISEMENT
રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી
ટેસ્ટ ઈતિહાસમાં રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેની સૌથી મોટી જીત ડિસેમ્બર 2021માં મળી હતી. ત્યારબાદ ભારતે વાનખેડે ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને 372 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં માર્ક વૂડે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પણ બે વિકેટ ઝડપી હતી.
રન મામલે ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત
434 vs ઈંગ્લેન્ડ રાજકોટ 2024
372 vs ન્યુઝીલેન્ડ મુંબઈ 2021
337 vs દક્ષિણ આફ્રિકા દિલ્હી 2015
321 vs ન્યુઝીલેન્ડ ઇન્દોર 2016
320 vs ઓસ્ટ્રેલિયા મોહાલી 2008
ADVERTISEMENT