India vs England 5th Test, Yashasvi Jaiswal: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England 5th Test) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટાનશીપમાં ભારતીય ટીમે પહેલા જ 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે તેનો પ્રયાસ આ મેચ જીતીને સ્કોર 4-1 કરવાનો છે.
ADVERTISEMENT
યશસ્વીએ વિરાટનો રેકોર્ડ તોડ્યો હતો
મેચના પ્રથમ દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) અદભૂત પ્રદર્શન કર્યું હતું. ભારતની પ્રથમ ઇનિંગમાં યશસ્વીએ 58 બોલમાં 57 રન બનાવ્યા હતા. યશસ્વીએ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ દરમિયાન યશસ્વીએ કેટલાક મોટા રેકોર્ડ બનાવ્યા. યશસ્વી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. યશસ્વીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, જેણે 2016ની સિરીઝમાં 655 રન બનાવ્યા હતા.
સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન કરનાર ભારતીય (ઈનિંગ્સ મુજબ)
14- વિનોદ કાંબલી
16- યશસ્વી જયસ્વાલ
18- ચેતેશ્વર પૂજારા
19- મયંક અગ્રવાલ
21- સુનીલ ગાવસ્કર
ટેસ્ટમાં સૌથી વધુ 1000 રન બનાવનાર (ભારતીય બેટ્સમેન)
19 વર્ષ, 217 દિવસ- સચિન તેંડુલકર
21 વર્ષ, 27 દિવસ- કપિલ દેવ
21 વર્ષ, 197 દિવસ- રવિ શાસ્ત્રી
22 વર્ષ 70 દિવસ- યશસ્વી જયસ્વાલ
22 વર્ષ, 293 દિવસ- દિલીપ વેંગસરકર
સૌથી ઓછા દિવસમાં 1000 ટેસ્ટ રન
166- માઈકલ હસી
185- Aiden Markram
207- એડમ વોજીસ
227-એન્ડ્રુ સ્ટ્રોસ
239- યશસ્વી જયસ્વાલ
244- હર્બર્ટ સટક્લિફ
સૌથી ઓછી મેચોમાં 1000 ટેસ્ટ રન
7- ડોન બ્રેડમેન
9- એવર્ટન વીક્સ
9- હર્બર્ટ સટક્લિફ
9- જ્યોર્જ હેડલી
9- યશસ્વી જયસ્વાલ
22 વર્ષીય યશસ્વી જયસ્વાલ વર્તમાન ટેસ્ટ મેચમાં કુલ 98 રન બનાવશે તો તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની કોઈપણ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. યશસ્વીએ અત્યાર સુધીમાં 57 રન બનાવ્યા હોવાથી તેને આ રેકોર્ડ તોડવા માટે વધુ 41 રનની જરૂર છે. હાલમાં આ રેકોર્ડ ઈંગ્લિશ દિગ્ગજ ગ્રેહામ ગૂચના નામે છે, જેમણે 1990ની ટેસ્ટ શ્રેણીમાં 752 રન બનાવ્યા હતા.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન
1. ગ્રેહામ ગૂચ (1990) – 3 મેચ, 752 રન, 3 સદી
2. જો રૂટ (2021-22) – 5 મેચ, 737 રન, 4 સદી
3. યશસ્વી જયસ્વાલ (2024) – 5* મેચ, 712* રન, 2 સદી
4. વિરાટ કોહલી (2016) – 5 મેચ, 655 રન, 2 સદી
5. માઈકલ વોન (2002) – 4 મેચ, 615 રન, 3 સદી
ADVERTISEMENT