- યશસ્વી જયસ્વાલ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો
- જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી
- વિઝાગ ટેસ્ટના 1 દિવસના અંતે જયસ્વાલ 179 રન પર અણનમ રહ્યો હતો
IND vs ENG, 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતાં ભારતની ટીમે 396 રન ફટકાર્યા હતા. જેમાં મુખ્ય ફાળો યશસ્વી જયસ્વાલનો (Yashasvi Jaiswal) છે. આ મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
ADVERTISEMENT
બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન
યશસ્વી 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં ગાવસ્કર બીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં 224 રનની ઇનિંગ રમી હતી. આ યાદીમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદના નામે છે.
ટેસ્ટમાં ભારત માટે ડાબોડી બેટ્સમેન દ્વારા બેવડી સદી
- 239 સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ 2007
- 227 વિનોદ કાંબલી વિરુદ્ધ ઝિમ્બાબ્વે દિલ્હી 1993
- 224 વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ મુંબઈ WS 1993
- 206 ગૌતમ ગંભીર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દિલ્હી 2006
- 201* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વિઝાગ 2024
277 બોલમાં જયસ્વાલે ફટકારી બેવડી સદી
યશસ્વી જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ADVERTISEMENT