India vs Australia World Cup 2023 Match Live Score: આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં આજે ભારતીય ટીમ પોતાની પહેલી મેચ રમી રહી છે. ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ મેચ ચેન્નાઇની એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે. આ મેચ અંગેની સતત અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 199 રન જ બનાવી શકી હતી અને ઓલઆઉટ થઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મજબુત શરૂઆત કર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ પત્તાના મહેલની માફક એક પછી એક વિકેટ ગુમાવવા લાગી હતી. હાર્દિક પંડ્યા અને જાડેજાની જોડીએ કમાલ કરી હતી. જાડેજાએ માત્ર 24 રન આપીને ત્રણ વિકેટ ઝડપી લીધી હતી.
ADVERTISEMENT