Team India Playing 11 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. બીજી મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે. ભારતીય ટીમ હજુ સુધી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર
ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારપછી ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને પણ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. સાઉથ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઋતુરાજને આંગળીમાં ઈજા થઈ હતી, જ્યારે ઈશાને અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. ઈશાનની જગ્યાએ કેએસ ભરત અને ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.
આ રીતે રહી શકે છે ભારતીય ટીમનું કોમ્બીનેશન
સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. જ્યારે શુભમન ગિલ ત્રીજા સ્થાને આવી શકે છે. ત્યારબાદ વિરાટ કોહલી ચોથા સ્થાને અને શ્રેયસ અય્યર પાંચમા સ્થાને રમે તેવી શક્યતા છે. કેએલ રાહુલને પ્રથમ ટેસ્ટમાં વિકેટકીપર તરીકે તક મળી શકે છે. રાહુલે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપિંગ કર્યું નથી, પરંતુ તેની બેટિંગને મજબૂત કરવા માટે તેને વિકેટ કીપિંગ કરવાનું કહેવામાં આવશે.
આ ખેલાડી પાસે મેચમાં ડેબ્યૂ કરવાની તક
મુકેશે 40 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 151 વિકેટ લીધી છે અને તે લાંબો સ્પેલ બોલિંગ કરી શકે છે. પ્રસિદ્ધની વાત કરીએ તો, તેણે 2015માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યા બાદ 15 ફર્સ્ટ-ક્લાસ મેચો પણ રમી નથી અને જો શમી ફિટ હોત તો તેને ટીમ સ્થાન જ ન મળ્યું હોત. પ્રસિદ્ધ સાઉથ આફ્રિકા A સામેની મેચમાં ભારત A માટે પાંચ વિકેટ લઈને ફોર્મમાં હોવાના સંકેતો દર્શાવ્યા હતા. હવે તેને પ્રથમ ટેસ્ટ મેચમાં મુકેશ કુમાર પર પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. એટલે કે 27 વર્ષના પ્રસિદ્ધને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા/આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
પ્રથમ ટેસ્ટ: 26 થી 30 ડિસેમ્બર, સેન્ચુરિયન, બપોરે 1.30 કલાકે
બીજી ટેસ્ટ: 3 થી 7 જાન્યુઆરી, જોહાનિસબર્ગ, બપોરે 1.30 કલાકે
ADVERTISEMENT