Indian IPL Players in T20 World Cup 2024 Team: ભારતમાં હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ચાલી રહી છે. આ વચ્ચે મંગળવારે (30 એપ્રિલ) T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટીમની જાહેરાત થતાની સાથે જ IPL રમી રહેલા કેટલાક ખેલાડીઓની કિસ્મત બદલાઈ ગઈ, જ્યારે કેટલાકને નિરાશાનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
ભારતની T20 વર્લ્ડ કપની 15 સભ્યોની સ્વોર્ડમાં સામેલ તમામ ખેલાડીઓ આ દિવસોમાં આઈપીએલ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે. ખેલાડીઓના IPL પ્રદર્શનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું. હવે અમે તમને જણાવીએ કે ભારતની T20 વર્લ્ડ કપની ટીમમાં કઈ IPL ટીમમાંથી સૌથી વધુ ખેલાડીઓને લેવામાં આવ્યા છે. તો IPLની કઈ ટીમો એવી છે કે જેમાંથી એક પણ ખેલાડીની પસંદગી થઈ નથી?
આ પણ વાંચોઃ IPL Playoffs: IPL ની પ્લેઓફની રેસમાંથી MI બહાર! લખનૌની જીત સાથે POINTS TABLE બન્યું રોમાંચક
આ 4 ટીમમાંથી નથી કરાઈ પસંદગી
સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઇટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એવી ચાર ટીમો છે, જેમાંથી T20 વર્લ્ડ કપની ટીમમાં કોઈપણ ભારતીય ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા અને ટી નટરાજન ટીમમાં પસંદગી માટે દાવેદાર હતા.
ગિલ અને રિંકુ સિંહ રિઝર્વ
તો ગુજરાત ટાઈટન્સમાંથી IPL 2023ના ઓરેન્જ કેપ હોલ્ડર અને કેપ્ટન શુભમન ગિલને રિઝર્વમાં પસંદ કરવામાં આવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી રિંકુ સિંહ રિઝર્વમાં છે. એવી જ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર તો પહેલેથી જ પસંદગી યાદીમાંથી ગાયબ હતા.
આ પણ વાંચોઃ T-20 World Cup માટે ટીમ ઈન્ડિયામાં આ ત્રણ ખેલાડીની બાદબાકી કેમ? જાણો ડ્રોપ કરવા પાછળનું ગણિત
મયંક યાદવની પણ નથી કરાઈ પસંદગી
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી તેમના કેપ્ટન કેએલ રાહુલને લઈને આશા હતી કે તેઓને ટીમમાં સ્થાન મળી શકે છે, પરંતુ તેઓની પસંદગી કરાઈ નથી. આ ટીમમાંથી રવિ બિશ્નોઈને લઈને ચર્ચા ચાલી રહી હતી, જ્યારે મયંક યાદવના શરૂઆતી પ્રદર્શન બાદ માનવામાં આવી રહ્યું હતું કે તેઓ વર્લ્ડ કપની ટીમમાં આવી શકે છે. પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાંથી કોઈ પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શક્યું નથી.
MIના સૌથી વધુ ખેલાડીની પસંદગી
જોકે, મુંબઈ ઈન્ડિયન્સમાંથી સૌથી વધુ ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. જ્યારે પંજાબ કિંગ્સ એવી ટીમ હતી જેમાંથી એકમાત્ર ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજસ્થાન અને દિલ્હીમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપની ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી 2-2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
કોની-કોની કરાઈ પસંદગી?
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડી - શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન.
ADVERTISEMENT