Asia Cup ભારતની ઐતિહાસિક જીત, 263 બોલ બાકી હતાને શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું

Asia Cup 2023 : એશિયા કપની ફાઇનલમાં ભારતી શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને આઠમી વખત ખિતાબ જીતી લીધો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ખેલાડીઓ…

India win asia cup 2023

India win asia cup 2023

follow google news

Asia Cup 2023 : એશિયા કપની ફાઇનલમાં ભારતી શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને આઠમી વખત ખિતાબ જીતી લીધો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ખેલાડીઓ 15.2 ઓવરમાં 50 રન માંજ સમેટાઇ ગઇ હતી. મોહમ્મદ સિરાઝે 6 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 6.1 ઓવર એટલે કે માત્ર 37 બોલમાં મેચ જીતી લીધી હતી. શુભમન ગિલ 19 બોલમાં 27 રન અને ઇશાન કિશને 18 બોલમાં 23 રન બનાવીને અણનમ રહ્યા હતા.

વન ડે ફાઇનલમાં સૌથી મોટી જીત (રમવામાં બાકી રહેલા બોલને ધ્યાને રાખીને)

બાકી બોલ મેચ સ્થળ, વર્ષ
263 IND vs SL કોલંબો, 2023
226 AUS vs ENG સિડની, 2003
179 AUS vs PAK લોર્ડ્સ, 1999

વન ડે ફાઇનલમાં બોલિંગ અનુસાર સૌથી મોટી જીત

ભારતે કોઇ પણ વન ડે ફાઇનલમાં અનેક બોલ બાકી રહેવા છતા પણ જીત પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય ટીમે એશિયા કપની ફાઇનલમાં 263 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેમણે 2003 માં સિડનીમાં ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડની વિરુદ્ધ 226 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

વનડેમાં ભારતની સૌથી મોટી જીત (બોલ બાકી રહેતા)

બાકી બોલ વિરુદ્ધ સ્થળ, વર્ષ
263 શ્રીલંકા કોલંબો, 2023
231 કેન્યા બ્લોમફોટેન, 2001
211 વેસ્ટઇન્ડિઝ તિરુવનંતપુરમ, 2018
188 ઇંગ્લેન્ડ ઓવલ, 2022

વન ડે ફાઇનલમાં ત્રીજી વાર 10 વિકેટથી જીત પ્રાપ્ત કરી

બીજી તરફ ભારતની પણ વનડેમાં બોલ બાકી રહેતા સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ 2001 માં કેન્યા વિરુદ્ધ બ્લોમફોટેંનમાં 231 બોલ બાકી રહેતા મેચ જીતી હતી. આ ત્રીજી વાર છે કે જ્યારે કોઇ વન ડે ફાઇનલમાં કોઇ ટીમે 10 વિકેટથી મેચ જીતી છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ 1998 માં શારજાહમાં જિમ્બાબ્વેની વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફી અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડની વિરુદ્ધ 2003 માં ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં 10 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી.

વનડે ફાઇનલમાં 10 વિકેટથી જીત

સ્કોર મેચ
(કોણ vs કોની વિરુદ્ધ)
વર્ષ-સ્થળ
197/0 IND vs ZIM શારજાહ, 1998
118/0 AUS vs ENG સિડની, 2003
51/0 IND vs SL કોલંબો, 2023

વન ડે ફાઇનલમાં 10 વિકેટથી જીત

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023 ફાઇનલ બોલના હિસાબથી વન ડે ઇતિહાસની ત્રીજી સૌથી નાની મેચ છે. આ મેચમાં બંન્ને પારીનો કુલ 129 બોલ ફેંકી ગઇ. આ મામલે ટોપ પર નેપાળ-અમેરિકા મેચ છે. આ મેચ 2020 માં કીર્તિપુરમાં રમાઇ હતી અને આ મેચમાં કુલ 104 બોલ ફેંકાયા હતા. બીજા નંબર પર શ્રીલંકા વિરુદ્ધ જિમ્બાબ્વે મેચ છે. આ મેચ 2001 માં રમાઇ હતી. કોલંબોમાં રમાયેલી આ મેચમાં 120 બોલ ફેંકાયા હતા.

સૌથી ઓછા બોલથી રમાયેલી વનડે

કેટલા બોલ રમાયા? મેચ
(કોણ vs કોની વિરુદ્ધ)
સ્થળ-વર્ષ
104 Nepal vs USA કીર્તિપુર, 2020
120 SL vs ZIM કોલંબો (SSC), 2001
129 IND vs SL કોલંબો (RPS), 2023
140 SL vs CAN પાર્લ, 2003

 

    follow whatsapp