India A vs Pakistan A: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો, જાણો ક્યાં-ક્યાં જોઈ શકાશે આ મેચ

India A vs Pakistan A Match: ક્રિકેટ ચાહકોને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ જોવા મળશે. આ મેચ ભારત અને પાકિસ્તાનની ‘A’ ટીમ…

gujarattak
follow google news

India A vs Pakistan A Match: ક્રિકેટ ચાહકોને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ જોવા મળશે. આ મેચ ભારત અને પાકિસ્તાનની ‘A’ ટીમ વચ્ચે રમાશે. આ મેચ ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 ટૂર્નામેન્ટ હેઠળ રમાશે. યશ ધૂલ આ ટુર્નામેન્ટમાં ભારતીય A ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન અભિષેક શર્મા છે. આ ભારતીય ટીમમાં IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સના ડેશિંગ બેટ્સમેન સાઇ સુદર્શનનો પણ સમાવેશ થાય છે.

આ મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 13 થી 23 જુલાઈ સુધી શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહ્યો છે. આઠ એશિયાઈ દેશો વચ્ચે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. ભારતીય A ટીમને નેપાળ, UAE A અને પાકિસ્તાન A સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવી છે.

ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની પ્રથમ મેચ UAE સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં કેપ્ટન યશ ધુલે અણનમ 108 રન બનાવ્યા હતા. જ્યારે સાંઈ સુદર્શને 41 રન બનાવ્યા હતા. બોલિંગમાં હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી હતી.

ભારતે તેની બીજી મેચમાં નેપાળને 9 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની આ ત્રીજી મેચ હશે. આવી સ્થિતિમાં ચાહકોને પ્રશ્ન થશે કે આ મેચ ક્યાં રમાશે? પણ તમે તેને ક્યાં જોઈ શકો છો? આવો જાણીએ આ સવાલોના જવાબ…

ભારત-A Vs પાકિસ્તાન-A મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ઇમર્જિંગ એશિયા કપમાં ભારત-A Vs પાકિસ્તાન-A મેચ આજે (19 જુલાઈ) કોલંબોના આર. પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

તમે આ ભારત-A Vs પાકિસ્તાન-A શાનદાર મેચ ક્યારે જોઈ શકશો?
ભારત-A Vs પાકિસ્તાન-A વચ્ચે ટૂર્નામેન્ટની આ 12મી મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ અડધો કલાક વહેલો થશે.

તમે ટીવી પર ભારત-A Vs પાકિસ્તાન-A મેચ કઈ ચેનલ પર જોઈ શકશો?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચેની એશિયા કપની આ 12મી મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.

ભારત-A Vs પાકિસ્તાન-A મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર ક્યાં થશે?
ચાહકો ફેનકોડ એપ પર તેમના મોબાઈલ પર ભારત-A Vs પાકિસ્તાન-A મેચ લાઈવ જોઈ શકશે.

    follow whatsapp