IND vs SL : શ્રીલંકા સામેની મેચની તારીખ બદલાઈ! BCCIએ જાહેર કર્યું નવું શેડ્યુલ, જાણો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. ટી20 સિરીઝ 26 જુલાઈથી શરૂ થવાની હતી. જોકે, હવે BCCIએ માહિતી આપી છે કે પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે.

IND vs SL T20 Series

ind vs sl t20 series

follow google news

IND vs SL : ભારતીય ટીમ હાલમાં પાંચ મેચની T20 સીરીઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 અને એટલી જ વનડે શ્રેણી રમવાની છે. મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ હશે. હાલમાં BCCI સચિવ જય શાહે તેમની મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. હવે ટીમ ઈન્ડિયા નવા કોચના નિર્દેશનમાં રમતી જોવા મળશે.

ભારતના શ્રીલંકા પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. ટી20 સિરીઝ 26 જુલાઈથી શરૂ થવાની હતી. જોકે, હવે BCCIએ માહિતી આપી છે કે પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. ભારતીય ટીમ 20મી પછી આ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. જોકે, આ અંગે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ત્રણ મેચની T20 શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે. બીજી મેચ 28મીએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. ત્યારે ODI શ્રેણી 2 ઓગસ્ટથી શરૂ થશે, જેની બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 4 અને 7 ઓગસ્ટે રમાશે.

રોહિત પછી કોણ બનશે કેપ્ટન?

T20 વર્લ્ડ કપ 2024 માં ભારતની જીત બાદ રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ સિવાય વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે હિટમેનના સ્થાને શ્રીલંકા પ્રવાસ પર ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ આ સિરીઝ માટે કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે. જો કે બીસીસીઆઈ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

અનુભવીઓની ગેરહાજરીમાં રમાશે મેચ?

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઓગસ્ટમાં શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. આ સ્થિતિમાં આ પ્રવાસમાં ખેલાડી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલમાંથી કોઈ એકને કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ભારતીય દિગ્ગજ ખેલાડીઓએ BCCI પાસે રજાની માંગ કરી છે.

    follow whatsapp