IND vs SL ODI Match: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. કોલંબોમાં રમાયેલી મેચમાં બંને ટીમનો સ્કોર બરાબર રહ્યો હતો. પરંતુ આ મેચનો અંત હવે વિવાદમાં આવી ગયો છે. ODI ક્રિકેટમાં પણ હવે મેચ ટાઈ થાય તો સુપર ઓવર કરવાનો નિયમ છે. પરંતુ અમ્પાયરોએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. તેઓએ મેચ ટાઈમાં સમાપ્ત કરી જેના કારણે કોઈ પણ વિજયી બની શક્યું નહીં. પ્રથમ વનડેમાં શ્રીલંકાએ આઠ વિકેટે 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
ADVERTISEMENT
ICCનો નિયમ શું છે?
ICCએ ડિસેમ્બર 2023માં ODI ક્રિકેટ માટે નવી પ્લેઇંગ કંડીશન લાગુ કરી હતી. આ નિયમ ભારત-શ્રીલંકા શ્રેણીમાં લાગુ છે. પરંતુ મેદાન પરના અમ્પાયરો જોએલ વિલ્સન અને રવિન્દ્ર વિમલાસિરીએ પ્રથમ વનડેમાં તેની તરફ ધ્યાન આપ્યું ન હતું અને જ્યારે મેચ ટાઈ થવા પર તેને ખતમ થયાનું માની લીધું હતું.
જોકે ICC ની ODI ક્રિકેટની વર્તમાન પ્લેઈંગ કંડિશનની પરિસ્થિતિમાં લખ્યું છે કે, જો બંને ઇનિંગ્સ પૂરી થયા પછી ટીમો સમાન રન બનાવશે તો સુપર ઓવર રમાશે. જો સુપર ઓવર ટાઈ થાય તો સુપર ઓવર જ્યાં સુધી વિજેતા ન બને ત્યાં સુધી ચાલુ રહેશે. અમુક અસામાન્ય સંજોગો સર્જાય તો જ આવી સુપર ઓવરો નહીં થાય. વિજેતા જાહેર કરવા માટે સુપર ઓવર પૂરી ન થઈ શકે તો જ મેચ ટાઈ થશે.
ભારતનો 27 વર્ષનો રેકોર્ડ ખતરામાં
ICC અને BCCI તરફથી હજુ સુધી પ્રથમ ODIમાં સુપર ઓવર ન થવા પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. કોલંબોમાં પ્રથમ વખત વનડે ટાઈ થઈ છે. અહીં કુલ 149 મેચ રમાઈ છે. ત્રણ મેચની શ્રેણીમાં શ્રીલંકા અત્યાર સુધી 1-0થી આગળ છે. બીજી વનડે 32 રને જીતી હતી. ત્રણ વર્ષ બાદ વનડેમાં ટીમ ઈન્ડિયા સામે આ તેમની પ્રથમ જીત હતી. ભારતે હવે છેલ્લી મેચ જીતવી પડશે. શ્રીલંકાએ 27 વર્ષમાં ભારતથી એક પણ વનડે શ્રેણી જીતી નથી.
ADVERTISEMENT