IND vs SA Test Series : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાય રહી છે. રોહિત દક્ષિણ આફ્રિકા (IND vs SA)માં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની શકે છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકામાં 8 ટેસ્ટ સિરીઝ રમી છે જેમાં તેને 7માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એક ટેસ્ટ સિરીઝ ડ્રો રહી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં રોહિત પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
ADVERTISEMENT
રોહિત તોડશે ધોનીનો આ મોટો રેકોર્ડ
આ શ્રેણીમાં 5 મોટા રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે. જેમાં રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં 2 છગ્ગા ફટકારીને એમએસ ધોની (MS Dhoni) નો મોટો રેકોર્ડ તોડશે. હીટમેને અત્યાર સુધીમાં 88 ટેસ્ટ ઇનિંગ્સમાં 77 સિક્સર ફટકારી છે. ઘોનીના નામે 78 છગ્ગા ફટકારવાનો એક રેકોર્ડ છે. આજે રોહિત પાસે આ રેકોર્ડ તોડવાની તક છે. બે છગ્ગા ફટકારી રોહિત ધોનીને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બીજો ભારતીય બની જશે. આ યાદીમાં 90 છગ્ગા સાથે વીરેન્દ્ર સહેવાગ નંબર વન પર છે.
વિરાટ પાસે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડવાની તક
વિરાટ કહોલી કે જે હાલ તેના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તેની પાસે મુખ્ય કોચ રાહુલ દ્રવિડના રેકોર્ડને તોડવાની તક છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે દ્રવિડ 1252 રન સાથે બીજા સ્થાને છે. જો વિરાટની વાત કરવામાં આવે તો કોહલીના નામે 1236 રન છે જે દ્રવિડના રેકોર્ડથી માત્ર 17 રન દૂર છે. જો તે 17 રન ફટકારશે તો તે દ્રવિડને પછાડીને આ યાદીમાં બીજા નંબર પર આવી જશે. આ યાદીમાં પહેલા નંબર પર સચિન તેંડુલકરનું નામ જોવા મળી રહ્યું છે.
વિરાટ નોંધાવશે વર્લ્ડ રેકોર્ડ
વિરાટ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં 6 વખત 2000 રનનો આંકડો પાર કર્યો છે. એક કેલેન્ડર વર્ષમાં 2000 કે તેથી વધુ રન બનાવવાના મામલે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. જો તે સાઉથ આફ્રિકા સામે 66 રન બનાવશે તો કેલેન્ડર વર્ષમાં પોતાના 7મી વખત 2000 રન પૂરા કરશે. આ દરમિયાન તે કુમાર સંગાકારાને બરાબરી છોડી આગળ નીકળી જશે.
અશ્વિન પાસે 500 ક્લબમાં એન્ટ્રી કરવાની સુવર્ણ તક
ભારતના સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન પાસે 500 ક્લબમાં એન્ટ્રી કરવાની સુવર્ણ તક છે. સાઉથ આફ્રિકા સામે અશ્વિન 11 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટમાં 500ના આંકડાને સ્પર્શી જશે. જો અશ્વિન આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહેશે તો તે અનિલ કુંબલે પછી ટેસ્ટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બની જશે. કુંબલેના નામે 619 ટેસ્ટ વિકેટ છે.
ADVERTISEMENT