નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની મેચ વરસાદના કારણે આજે રિઝર્વ ડેમાં જતો રહ્યો છે. ભારતીય મેચમાં હવે 11 સપ્ટેમ્બરે ફરીથી આગળ વધશે. ભારતમાં આજનો દિવસ 24.1 ઓવરની બેટિંગ કરી હતી. હવે કાલે આ પોઇન્ટથી ભારતની બેટિંગ શરૂ થશે. રિઝર્વ ડેમાં ભારત બે વિકેટના નુકસાને 147 રનની રમતને આગળ વધારશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
મેદાન ભીનું હોવાના કારણે રમત નહોતી થઇ શકી
વરસાદ તો અટકી ચુક્યો છે પરંતુ આઉટ ફિલ્ડ ખુબ જ ભીનું છે. જેના કારણે રમત શરૂ નહોતી થઇ શકે. 20 ઓવરની મેચ માટે કટ ઓફ ટાઇમ 10.36 છે. જો ત્યા સુધીમાં મેચ શરૂ નહી થાય તો રમત આગામી દિવસે તે જ પોઇન્ટથી શરૂ થશે. જ્યાં તે અટકી હતી. 20 ઓવર્સની ગેમ થવા પર પાકિસ્તાનને 181 રનનો ટાર્ગેટ મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે હવે મેચ શક્ય જ નહી હોવાથી તેને રિઝર્વ ડે પર જ ખસેડવામાં આવી છે.
ભારત પોતાની બે વિકેટ ગુમાવી ચુક્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમને બીજો ઝટકો લાગી ચુક્યો છે. શુભમન ગિલ શાનદાર રમત રમીને આઉટ થઇ ગયો છે. ગિલને શાહિન આફ્રીદીએ આગા સલમાનના હાથે કેચ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા. જેમાં 10 ચોગ્ગા હતા. અત્યાર સુધી કે.એલ રાહુલ બેટિંગ કરવામાં આવ્યા છે. ભારતનો સ્કોર 18 ઓવરમાં 2 વિકેટ પર 124 રન છે.
રોહિત શર્મા અને શુભમન ગિલ વિકેટ ગુમાવી ચુક્યા છે
આ ઉપરાંત ભારતીય ટીમને પહેલો ઝટકો લાગી ચુક્યો છે. રોહિત શર્માએ શાદાબ ખાનના કારણે કરી દીધો છે. રોહિતનો કેચ ફહીમ અશરફે પકડ્યો હતો. ભારતીય કેપ્ટને આઉટ થતા પહેલા 49 બોલમાં 56 રન બનાવ્યા, જેમાં 6 છોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતનો સ્કોર 17 ઓવરોમાં એક વિકેટ પર 122 રન છે. ગિલ 58 અને વિરાટ કોહલી 1 રન બનાવીને રમી રહી છે.
ADVERTISEMENT