INDvsIRE: આયરલેન્ડ પ્રવાસે જનારી ટીમની જાહેરાત, જસપ્રીત બુમરાહ હશે કેપ્ટન

IND Vs IRE: આયરલેન્ડની વિરુદ્ધ આવતા મહિને રમાઇ રહેલી ત્રણ મેચની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ ટીમમાં પરત…

Irelanc Tour Squad announce

Irelanc Tour Squad announce

follow google news

IND Vs IRE: આયરલેન્ડની વિરુદ્ધ આવતા મહિને રમાઇ રહેલી ત્રણ મેચની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરાયો છે.

આયરલેન્ડ વિરુદ્ધ આવતા મહિને રમાનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. બીસીસીઆઇએ આયરલેન્ડ મુલાકાત પર યુવાક ખેલાડીને પણ મોકલવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ ગાયકવાડને આયરલેન્ડ મુલાકાત માટે ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રિંકૂ સિંહને આખરે ભારતીય ટીમમાં સ્થાન અપાયું છે. જિતેન શર્માને પણ આયરલેન્ડની વિરુદ્ધ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બુમરાહ ઉપરાંત ઇજામાંથી ઉભરેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લાંબા સમયથી શિવમ દુબેને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમ આ પ્રકારે છે: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજૂ સેમસન, જિતેન શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહેમદ, રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાનનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે.

Announcement of the Indian team for the tour of Ireland

 

    follow whatsapp