Hardik Pandya : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતા સમયે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ત્યાર બાદ તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. અહીં પોતાની ઓવર પુર્ણ પણ કરી શક્યો નહોતો.
ADVERTISEMENT
Hardik Pandya Injury
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. બંન્ને ટીમો પુણેમાં સામસામે છે. બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યી છે. બીજી તરફ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અત્રે નોંધનીય છે કે, ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતા સમયે ઇજાગ્રસ્ત થઇ ગયો. ત્યાર બાદ તેને મેદાન છોડીને જવું પડ્યું હતું.
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે નવમી ઓવર માટે બોલિંગ કરી હતી
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે નવમી ઓવર માટે બોલિંગ કરવા હાર્દિક ઉતર્યો હતો. જો કે તેઓ આ ઓવરમાં માત્ર 3 બોલ કરી શક્યા હતા. ત્યાર બાદ ભારતીય ઓલરાઉન્ડરને મેદાન છોડીને જવું પડ્યું હતું. વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવર પુર્ણ કરી હતી.
હવે મેદાન પર ઉતરી નહી શકે હાર્દિક પંડ્યા
ભારતીય ફેન્સ માટે સારા સમાચાર નથી. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઇજા બાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાની હોસ્પિટલમાં સ્કેન થશે. આ સાથે જ હવે હાર્દિક પંડ્યા ફરી એકવાર મેદાન પર નહી જોવા મળે. આ ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જો કે સૌથી મોટો સવાલ છે કે શું હવે પછીની મેચ સુધી હાર્દિક પંડ્યા ફિટ થઇ શકશે?
ટોસ જીતીને બેટિંગ કરી રહી છે.
ભારત બાંગ્લાદેશ મેચની વાત કરીએ તો બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હૌસેન શંટોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ અસ હસન નથી રમી રહ્યો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખુબ જ સારી રહી હતી. બાંગ્લાદેશના ઓપનર તંજીદ હસન અને લિટન દાસે પહેલી વિકેટ માટે 14.4 ઓવરમાં 93 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તંજીદ હસનના બદલે નજમુલ હૌસેન શંટો બેટિંગ કરવા આવ્યા છે. હાલ બાંગ્લાદેશ માટે નજમુલ હૌસેન શંટો અને લિટન દાસ ક્રીજ પર છે. લિટન દાસે 48 બોલમાં 41 રન બનાવ્યા જ્યારે નજમુલ હૌસેન શંટો 6 બોલમાં 2 રન બનાવીને ક્રીઝ પર છે. નજમુલ હૌસેન શંટો અને લિટન દાસ વચ્ચે 10 બોલમાં 4 રનની ભાગીદારી થઇ હતી. ભારતને એક માત્ર સફળતા કુલદીપ યાદવને મળી છે.
ADVERTISEMENT