IND vs AUS LIVE Score, World Cup 2023 Final, India vs Australia: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 6 વિકેટે વિજય થયો છે. ભારતના 240 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસેલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ટ્રેવિસ હેડે સૌથી વધુ 137 રનની ઈનિંગ્સ રમી હતી, જ્યારે માર્નસ લાબુશાને 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 વિકેટ, મોહમ્મદ શમીએ 1 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો
ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 42 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. માર્નસ લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન (2013 પછી):
2014- T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર
2015- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
2016- T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર
2017- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર
2019- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
2021- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
2022- T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યો
2023- ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમેની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શુભમન ગિલ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારતની ટીમની સતત વિકેટો પડવાથી દબાણ વધી ગયું અને આખી ટીમ માત્ર 240 રન જ બનાવી શકી. આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઇનિંગ રમી અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રનની ધીમી ઇનિંગ રમી, પરંતુ ટીમને સંભાળી લીધી.
કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.
ADVERTISEMENT