IND vs AUS World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય રમાઈ. રોહિત શર્માએ ભારતીય ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનો આ શાનદાર શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. રોહિત 47 રન બનાવીને ગ્લેન મેક્સવેલનો શિકાર બન્યો, જે બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઘણી આક્રમક દેખાતી હતી.આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર દ્વારા કરવામાં આવેલી સ્ટમ્પિંગ અપીલ પર સવાલ ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
ગાવસ્કરે ઓસ્ટ્રેલિયન વિકેટકીપરને કેમ કર્યો સવાલ?
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરની અપીલ પર સવાલ ઉઠાવતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, આ અપીલ શા માટે કરવામાં આવી. તેણે કહ્યું કે, સ્ક્વેર લેગ અમ્પાયરને આ અપીલનો અર્થ છે કે તમે આખા બોલની તપાસ કરી રહ્યા છો. વાસ્તવમાં મામલો એવો હતો કે બોલ કેએલ રાહુલ ચૂકી ગયો અને ઓસ્ટ્રેલિયન વિકેટકીપર જોશ ઈંગ્લિસના ગ્લોવ્સમાં ગયો અને તેણે તરત જ વિકેટ ઉડાવી દીધી અને અમ્પાયરને સ્ટમ્પ આઉટ માટે અપીલ કરી.
સ્ક્વેર લેગ અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો, જ્યારે પહેલી નજરે સ્પષ્ટ હતું કે, કેએલ રાહુલનો પગ શરૂઆતથી અંત સુધી ક્રિઝ પર હતો. ગાવસ્કરે આ જ મુદ્દે કહ્યું કે, જ્યારે બેટ્સમેનના પગ એક સેકન્ડ માટે પણ હવામાં નહોતા તો વિકેટકીપરને સ્ટમ્પિંગ કરીને અપીલ કરવાની શું જરૂર હતી. તેના પર બીજા કોમેન્ટેટર મોહમ્મદ કૈફે કહ્યું કે, આ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરની હોશિયારી છે.
રવિન્દ્ર જાડેજા સામે પણ અપીલ કરવામાં આવી હતી
કેએલ રાહુલ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમે પણ બેટિંગ કરવા આવેલા રવીન્દ્ર જાડેજા સામે આ યુક્તિ અપનાવી હતી. જાડેજા જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે તેની સામે સ્ટમ્પિંગની અપીલ પણ કરવામાં આવી હતી. અપીલ બાદ સ્ક્વેર લેગ અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે જાડેજાનો પગ અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. પગ એક સેકન્ડ માટે પણ હવામાં ન હતા.
ADVERTISEMENT