India vs Australia 2nd T20 LIVE: થિરુવનંતપુરમમાં રમાતી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. પ્રથમ મેચમાં સરેરાશ પ્રદર્શન કરનાર ભારતના યુવા બોલરો વધુ સારું પ્રદર્શન કરવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં પોતાની ભૂલોમાંથી શીખશે. ભારતે વિશાખાપટ્ટનમમાં પ્રથમ મેચ બે વિકેટથી જીતીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જોકે ફાસ્ટ બોલર મુકેશ કુમાર સિવાય અન્ય ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને કાબૂમાં રાખી શક્યા ન હતા.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ બોલિંગ પસંદ કરી
સિક્કો ટોસ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં પડ્યો. ટીમના કેપ્ટન મેથ્યુ વેડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું કે, ઝાકળને કારણે તે પહેલા બોલિંગ પસંદ કરી રહ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો.
ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
સ્ટીવન સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk/c), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા.
ADVERTISEMENT