IND vs AUS: વર્લ્ડકપમાં 40 વર્ષ બાદ ભારતના નામે શરમજનક રેકોર્ડ, સ્ટાર્ક-હેઝલવુડનો કહેર

ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે વર્લ્ડ કપની મેચમાં બંન્ને ભારતીય ઓપનર 40 વર્ષ બાદ પહેલીવાર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થઇ ગયા હતા.…

A shameful record in the name of the Indian cricket team

A shameful record in the name of the Indian cricket team

follow google news

ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે વર્લ્ડ કપની મેચમાં બંન્ને ભારતીય ઓપનર 40 વર્ષ બાદ પહેલીવાર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયન બોલર ભારતીય બોલર પર કહેર બનીને તુટ્યા હતા.

Rohit Sharma And Virat Kohli

વન ડે વર્લ્ડ કપ 2023 પહેલી જ મેચમાં ભારતીય ટીમનું નામ ખુબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં ખાતુ ખોલવા જઇ રહેલી મેચમાં બંન્ને ભારતીય ઓપનર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ ભારતીય ઓપનર્સ પર કહેર બનીને વરસી પડ્યા હતા. વર્લ્ડ કપમાં 40 વર્ષ બાદ એવું થયું છે કે, જ્યારે ભારતના બંન્ને ટોપના બેટ્સમેન શૂન્ય પર આઉટ થઇ ગયા હતા. આ અગાઉ 1983 ના વર્લ્ડકપમાં એવું થયું હતું.

રોહિત શર્મા અને ઇશાન કિશને બનાવ્યો શરમજનક રેકોર્ડ

બીજી તરફ આજની મેચમાં ભારત તરફથી ઓપનિંગ પર કેપ્ટન રોહિત શર્માની સાથે ઇશાન કિશન ઉતર્યા હતા. ઇશાન કિશન રમતની પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્કના બોલ પર ગોલ્ડન ડક પર આઉટ થયા. સ્લિપ પર ઉભેલા કેમરુન ગ્રીને ઇશાનનો કેચ પકડ્યો. ત્યાર બાદ રમતની બીજી જ ઓવરમાં રોહિત શર્મા પણ ખોતુ ખોલ્યા વગર જ જોશ હેઝલવુડનો શિકાર બન્યા. હેઝલવુડે ઓવરના ત્રીજા બોલ પર ભારતીય કેપ્ટનને એલબીડબલ્યુ આઉટ કરીને પેવેલિયનની રાહમાં જોવા મળ્યા હતા. 5 બોલ રમ્યા બાદ રોહિત શર્મા છઠ્ઠા બોલ પર આઉટ થયા હતા.

1983 માં પણ નોંધાયો હતો શરમજનક રેકોર્ડ

બીજી તરફ તેની પહેલા 1983 ના વર્લ્ડકપમાં ભારતીય ઓપનર ઝિમ્બાબ્વેની વિરુદ્ધ મેચમાં ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ઝિમ્બાબ્વે વિરુદ્ધની મેચમાં ભારતની તરફથી સુનિલ ગાવસ્કર ક્રિસ શ્રીકાંત ઓપનિંગમાં ઉતર્યા હતા. ગાવસ્કર બીજા બોલ પર ખાતુ ખોલ્યું અને શ્રીકાંત 13 માં બોલે શૂન્યના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.

વર્લ્ડ કપમાં શૂન્ય પર આઉટ થયેલા બંન્ને ભારતીય ઓપનર

– ઝિમ્બાબ્વેની વિરુદ્ધ 1983 ના વર્લ્ડકપમાં ટૂનાબ્રિજ
– ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2023 વર્લ્ડ કપ, ચેન્નાઇ

ઓસ્ટ્રેલિયાની પણ શરૂઆત ખુબ જ નબળી રહી હતી

મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 49.3 ઓવરમાં 199 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે સૌથી વધારે 46 રનનો સ્કોર કર્યો. બીજી તરફ ભારતની તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

    follow whatsapp