IND vs AUS World Cup Final: તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મિશેલ માર્શનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને બેઠો જોવા મળ્યો હતો. તેના આ ફોટોને લઈને હોબાળો થયો હતો. ઘણા ભારતીય ફેન્સને તેની હરકત પસંદ નહોતી આવી. ફેન્સ સિવાય ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ કહ્યું કે, તે માર્શની આ તસવીર જોઈને દુઃખી છે. એક ફેન્સે તો PMO અને રમતગમત મંત્રાલયને પત્ર લખીને ભારતમાં માર્શના રમવા પર પ્રતિબંધની માંગણી કરી હતી.
ADVERTISEMENT
માર્શ ફરીથી આવું કરશે?
માર્શે પહેલીવાર આ હંગામા પર પોતાનું મૌન તોડ્યું છે. ઓસ્ટ્રેલિયાના SEN રેડિયો નેટવર્ક સાથે વાત કરતાં, જ્યારે માર્શને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી આવું કરશે, તો તેણે જવાબ આપ્યો- પ્રમાણિકતાથી કહું તો હા, કદાચ.
ટ્રોફી પર પગ મૂકવા વિશે શું કહ્યું?
માર્શે કહ્યું કે, તે તસવીરમાં કોઈ પ્રકારનું અપમાન નથી. તે કહે છે કે આમાં મોટી વાત શું છે. તેણે તેના વિશે બહુ વિચાર્યું પણ નહોતું. તેણે સોશિયલ મીડિયા પર પણ કંઈ નથી જોયું. માર્શ વર્લ્ડ કપ ફાઈનલ પછી ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો, જ્યારે તેની ટીમના કેટલાક સાથી 5 ટી20 મેચની શ્રેણી માટે ભારતમાં રોકાયા હતા. માર્શનું કહેવું છે કે આ સિરીઝે તેના સેલિબ્રેશનને નીરસ કરી દીધું છે. તે કહે છે કે જેમને સિરીઝ માટે રાહ જોવી પડી હતી તેમના માટે આ થોડું ખરાબ છે, પરંતુ આ વાતનું સન્માન કરવું પડશે કે તેઓ બધા ઓસ્ટ્રેલિયા માટે રમી રહ્યા છે અને ભારત સામેની સિરીઝ ઘણી મોટી છે.
ADVERTISEMENT