Ind vs Aus match update: વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખી પીચ તૈયાર કરાઈ, પ્રેક્ષકોને જોવા મળશે ફાઈન વિકેટ અને ટોપ ક્રિકેટ

Ind vs Aus match update: રાજકોટમાં આજથી ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) વચ્ચે આગામી 27 સપ્ટેમ્બરના રાજકોટના સૌરાષ્ટ્ર…

gujarattak
follow google news

Ind vs Aus match update: રાજકોટમાં આજથી ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) વચ્ચે આગામી 27 સપ્ટેમ્બરના રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંડેરી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. ત્યારે આ વન-ડે મેચને લઈને રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને ક્રિકેટ ટીમ આજે રાજકોટ ખાતે આવી પહોંચશે. આ બંને ટીમો કાલે નેટ પ્રેક્ટિસ કરશે અને 27ના રોજ બંને ટીમો મેચને જીતવા માટે મેદાન પર ઉતરશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો વરસાદ પડે તો પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

PM Gujarat Visit: અમદાવાદ પહોંચ્યા PM, ભાજપ નેતાઓ સાથે રોડશો- Video

વરસાદની આગાહી હોઈ તે પ્રમાણેની તૈયારીઓ

વર્લ્ડકપ પહેલાની છેલ્લી મેચ ટીમ ઇન્ડિયા રાજકોટમાં રમશે. ત્યારે ટીમ ઈન્ડિયા ખુબ સારૂ પ્રદર્શન કરે તે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વન ડે મેચને લઈને તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. પબ્લીક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સિક્યુરીટીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો વરસાદ આવે તો પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વાતાવરણને ધ્યાનમાં રાખી પીચ તૈયાર કરવામાં આવી છે.

આ ગ્રાઉન્ડ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે એસોશિએશનનો દાવો છે કે અહીં બેટિંગ વિકેટ પણ ખુબ સારી થશે. ઈન્ડિયન ક્રિકેટ ટીમને સારૂ એવુ બુસ્ટ મળે તે પ્રમાણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વર્લ્ડ કપ માટે પણ ટીમ ઈન્ડિયાને સારૂ એવુ પ્રોત્સાહન મળી રહે. આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રસિકો અને પ્રેક્ષકોને ફાઈન વિકેટ અને ટોપ ક્રિકેટ જોવા મળશે.

આ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ઘણા બધા મેચ હોસ્ટ કરવામાં આવ્યાં છે. જેથી વધારે ચેલેન્જીસનો સામનો કરવો પડશે નહીં. ટેસ્ટ મેચ અને ટી-20 જેવા મેચ આ મેદાન પર રમાયેલા છે. જેથી વન ડે મેચ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સ્ટેડિયમમાં લોકોને મજા આવે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચ સેન્ટર પીચ પર રમવામાં આવશે. સેન્ટર પીચની ખાસિયત વિશે વાત કરવામાં આવે તો આ પીચ પર ઈન્ડિયન ટીમ સારામાં સારા રન મેળવી શકશે અને લોકોને જોવાની મજા આવશે. જેમ ઈન્ડિયા બેટિંગ ટ્રીક માટે વખણાઈ છે અને આ પીચ પહેલેથી બેટિંગ પીચ છે. જેથી આપણી ટીમ આ ગ્રાઉન્ડ પર સારૂ એવું પ્રદર્શન કરી શકશે.

    follow whatsapp