Virat Kohli IND vs AFG : આવતીકાલથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની T20I સીરિઝ શરૂ થવા જઈ રહી છે. આ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણ મેચોની T20I સીરિઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલી નહીં રમે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે આ વાતની પુષ્ટિ કરી હતી. રોહિત શર્મા સાથે આ મેચમાં એક યુવા ભારતીય ખેલાડી યશસ્વી જયસ્વાલને મોકો આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કોહલીની જગ્યા પ્રથમ મેચમાં આ યુવા ખેલાડીને મળ્યું સ્થાન
રાહુલ દ્રવિડે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, કોહલી અંગત કારણોસર 11 જાન્યુઆરીના રોજ રમાનાર પ્રથમ મેચ નહી રમે. જો કે તે બીજી અને ત્રીજી T20 મેચ રમશે. દ્રવિડે ઓપનિગ જોડીની ભૂમિકા વિશે વાત કરતાં જણાવ્યું જે પ્રથમ મેચમાં રોહિત સાથે શસ્વી જયસ્વાલ ઓપનરની ભૂમિકા ભજવશે.
જાણો દ્રવિડે અય્યર વિશે શું કહ્યું
અફઘાનિસ્તાન સામે રમાનાર આ મેચોમાં શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જેને લઈ કેટલીક અટકળો સામે આવી હતી. આ અંગે પણ રાહુલ દ્રવિડે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે,ભારતીય ટીમ ઘણાં બેટ્સમેનો સાથે કામ કરી રહી છે. આ જ કારણોસર અય્યરને અત્યારે તક આપવામાં આવી નથી. તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી
ADVERTISEMENT