IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને હરાવી World Cup માં સતત બીજી જીત પ્રાપ્ત કરી

India vs Afghanistan World cup 2023 Live Updates: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 9 મી મેચ રમાઇ રહી છે. દિલ્હીના અરૂણ જેટલી…

INDvsAFG World Cup 2023

INDvsAFG World Cup 2023

follow google news

India vs Afghanistan World cup 2023 Live Updates: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 9 મી મેચ રમાઇ રહી છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ આખરે ભારતે ખુબ જ સરળતાથી જીત મેળવી છે.

હિટમેન રોહિત શર્માની આક્રમક ઇનિંગ

India vs Afghanistan મેચમાં અફઘાનિસ્તાને પહેલા રમ્યા બાદ 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ માત્ર 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ખુબ જ સરળ લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યું હતું. જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ અને રોહિત શર્મા (131 રન) તોફાની બેટિંગ બાદ ભારતીય ટીમે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને ખરાબ રીતે પરાજીત કરી દીધું છે. અફઘાનિસ્તાને પહેલા રમાયા બાદ 8 વિકેટના નુકસાને 272 રન બનાવ્યા હતા.

બે વિકેટના નુકસાને જ ભારતે સરળ ટાર્ગેટ પ્રાપ્ત કર્યો

જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ માત્ર 35 ઓવરમાં બે વિકેટ ખુબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ભારત માટે બોલિંગ કરી રહેલા બુમરાહે 4 વિકેટ ઝડપી લીધી હતી. રોહિત શર્માએ રેકોર્ડ શતક લગાવીને ભારતને 2023 વર્લ્ડકપમાં સતત બીજી જીત અપાવી હતી. રોહિત ઉપરાંત વિરાટે પણ અડધી સદી ફટકારી હતી. કિંગ કોહલી 55 રનોમાં પણ અણનમ રહ્યા હતા.

 

    follow whatsapp