India vs Bangladesh Asia Cup 2023 LIVE: આજની એશિયા કપ 2023 ની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહ્યો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમ 17 સપ્ટેમ્બરે શ્રીલંકા વિરુદ્ધ આયોજીત થનારીફાઇનલ મેચ પહેલાની તૈયારી તરીકેની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
265 રનનો ટાર્ગેટ એચિવ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમનુ પ્રદર્શન આઘાતજનક રહ્યું હતું. ભારતીય ટીમનો 6 રનથી પરાજય થયો હતો. સૌથી શરમજનક બાબત રહી કે ભારત પોતાની 9 વિકેટ પણ ગુમાવી દીધી હતી.
ASIA CUP 2023 Live Updates : સુપર-4 ની અંતિમ મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી પરાજીત કર્યું. શુક્રવારે કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટની પાછળ ઉતરેલી ભારતીય ટીમ 259 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમની તરફથી ઓપનર શુભમન ગીલે 133 બોલમાં 121 રન બનાવ્યા હતા. જેમાં આઠ ચોક્કા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ગિલના વન-ડે ઇન્ટરનેશનલ કરિયરની આ પાંચમી સદી રહી. ગિલ ઉપરાંત બેટ્સમેનનો મોટો સ્કોર બની શક્યો નહોતો. જેનું પરિણામ ભારતીય ટીમના હારના સ્વરૂપે ભોગવવું પડ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેચના પરિણામ કોઇ ખાસ મહત્વનું નથી. ભારત પહેલા જ રવિવારે થનારી ફાઇનલ ક્વોલિફાઇ કરી ચુક્યું હતું. જેમાં તેનો સામનો શ્રીલંકા સામે થશે. બીજી તરફ બાંગ્લાદેશી ટીમ પહેલા જ એશિયા કપથી બહાર થઇ ચુક્યું હતું. જેના કારણે ભારતે વિકાટ કોહલી, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને રેસ્ટ આપ્યો હતો.
ભારતની વિકેટ આ રીતે પડી:
પ્રથમ વિકેટ- રોહિત શર્મા 0 રન (2/1)
બીજી વિકેટ- તિલક વર્મા 5 રન (17/2)
ત્રીજી વિકેટ- કેએલ રાહુલ 19 રન (74/3)
ચોથી વિકેટ- ઈશાન કિશન 5 રન (94/4)
પાંચમી વિકેટ- સૂર્યકુમાર યાદવ 26 રન (139/5)
છઠ્ઠી વિકેટ- રવિન્દ્ર જાડેજા 7 રન (170/6)
સાતમી વિકેટ- શુભમન ગિલ 121 રન (209/7)
આઠમી વિકેટ- શાર્દુલ ઠાકુર 11 રન (249/8)
નવમી વિકેટ- અક્ષર પટેલ 42 રન (254/9)
ADVERTISEMENT