વર્લ્ડ કપ 2023 પૂર્ણ થતાં જ ICC એક્શનમાં, આ દિગ્ગજ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક મોટું પગલું ઉઠાવતા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. માર્લોન સેમ્યુઅલ્સને…

gujarattak
follow google news

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક મોટું પગલું ઉઠાવતા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. માર્લોન સેમ્યુઅલ્સને અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)ના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા (એન્ટી કરપ્શન કોડ)નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ICC HR અને ઇન્ટિગ્રિટી યુનિટના પ્રમુખ એલેક્સ માર્શલે ગુરુવારે સેમ્યુઅલ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ પર તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)એ સેમ્યુઅલ્સ પર આ પ્રતિબંધ લગાવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા (એન્ટી કરપ્શન કોડ)ના ઉલ્લંઘન બદલ ગુરુવારે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આઈસીસીના જણાવ્યા અનુસાર, સેમ્યુઅલ્સ પર આ પ્રતિબંધ 11 નવેમ્બર 2023થી માન્ય રહેશે. માર્લોન સેમ્યુઅલ્સને ચાર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ આરોપો તેના પર આ વર્ષે ઓગસ્ટમાં લગાવવામાં આવ્યા હતા.

 

શું કહ્યું ઈન્ટિગ્રિટી યુનિટના વડાએ?

આઈસીસીના HR અને ઈન્ટિગ્રિટી યુનિટના વડા એલેક્સ માર્શલે કહ્યું કે, ‘સેમ્યુઅલ્સે લગભગ 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મેચો રમી છે, જે દરમિયાન તેણે ઘણા એન્ટી કરપ્શન સેશનમાં ભાગ લીધો છે. તે જાણે છે કે એન્ટી કરપ્શન કોડમાં કઈ-કઈ વસ્તુઓ આવે છે. જોકે, હવે તે રિટાયર થઈ ચૂક્યો છે, પરંતુ જ્યારે આ ગુના થયા હતા ત્યારે તે તેનો ભાગ હતો. છ વર્ષનો પ્રતિબંધ એવા લોકોને મજબૂત સંદેશ આપશે જેઓ આવો ગુનો કરવાનું વિચારે છે.’

2018માં રમ્યો હતો આંતરરાષ્ટ્રીય મેચ

માર્લોન સેમ્યુઅલ્સ 2012 અને 2016 T20 વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ સ્કોરર હતો. સેમ્યુઅલ્સ છેલ્લે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. નવેમ્બર 2020માં સેમ્યુઅલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. સેમ્યુઅલ્સે 11,000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. મે 2008માં સેમ્યુઅલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેમ્યુઅલ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે 71 ટેસ્ટ, 207 ODI અને 67 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. સેમ્યુઅલ્સે સાત ટેસ્ટ અને 10 વનડે સદી ફટકારી છે. સેમ્યુઅલ્સ બેટિંગ ઓલરાઉન્ડર છે, જેણે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 41, 89 અને 22 વિકેટ લીધી છે. સેમ્યુઅલ્સે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 14 ડિસેમ્બર 2018ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.

    follow whatsapp