IPL 2024 BCCI Called Urgent Meeting: IPL 2024 નો ખૂબ જ રોમાંચક તબક્કો ચાલુ છે. દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલ રોમાંચક થતી જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે BCCIએ એક મોટી જાહેરાત કરી છે. BCCIએ IPLની વચ્ચે એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક 16 એપ્રિલે અમદાવાદ ખાતે યોજાશે. આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રોમાંચક મેચ રમાશે. આ દરમિયાન BCCIની આઈપીએલ ફ્રેન્ચાઈઝીની સાથે પણ બેઠક થશે. આ બેઠકમાં BCCI સેક્રેટરી જય શાહ, BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને IPL અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલ પણ હાજરી આપી શકે છે.
ADVERTISEMENT
આ બેઠક કેમ છે ખાસ?
IPL 2024 વચ્ચે BCCI દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક ઘણી રીતે મહત્વની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આવતા વર્ષે યોજાનાર મેગા ઓક્શનને લઈને ચર્ચા થઈ શકે છે. ઘણી ફ્રેન્ચાઈઝીઓની માંગ છે કે ટીમ દ્વારા રિટેન્શન ખેલાડીઓની સંખ્યાને વધારીને 8 કરવી જોઈએ, જેથી તેઓ તેમના મુખ્ય ખેલાડીને રાખી શકે. જોકે, ઘણી ફ્રેન્ચાઈઝી આના વિરોધમાં પણ છે. આવી સ્થિતિમાં તમામ ટીમોની સાથે કરોડો ફેન્સ પણ આ બેઠકની રાહ જોઈ રહ્યા છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ, આ બેઠકમાં IPLના આગામી પ્લાનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
રાઈટ ટુ મેચ કાર્ડ ફરીથી થઈ શકે છે લાગુ
તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં તમામ 10 ટીમોના માલિકો હાજર રહી શકે છે. આ ઉપરાંત માલિકોની સાથે તેમના CEO અને ઓપરેશનલ ટીમો પણ આવી શકે છે. મીટિંગમાં તમામ ફ્રેન્ચાઈઝી પોતાના મંતવ્યો આપી શકે છે અને તેના પર વિચાર કરી શકાય છે. આ સિવાય ચર્ચા આ વાત પર પણ શરૂ થઈ ગઈ છે કે એકવાર ફરીથી રાઈટ ટુ મેચ કાર્ડ શરૂ કરવામાં આવે. આ પહેલા વર્ષ 2022માં મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું, આ દરમિયાન પણ રાઈટ ટુ મેચ કાર્ડનો કોઈ નિયમ નહોતો, પરંતુ હવે ફરી એકવાર તેને શરૂ કરવાની ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT