ICC World Cup Final 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ આજે 19 નવેમ્બર રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. દરેક મેચની જેમ આ મેચમાં પણ વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, એમ કહેવું ખોટું નહીં હોય કે આપણામાંથી ઘણા લોકો આ ટેક્નોલોજીને ઘણીવાર ઈગ્નોર કરે છે, પરંતુ આજે ક્રિકેટ જગતમાં આ ટેક્નોલોજી દ્વારા જ થર્ડ અમ્પાયર સરળતાથી પોતાનો નિર્ણય આપી શકે છે.
અમ્પાયર સરળતાથી લઈ શકે છે નિર્ણય
આ ટેક્નોલોજીમાંથી એક ટેક્નોલોજી Ulrta-Edge છે, જેના વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે. જેમાં એક ગ્રાફ પર બોલના બેટ પર ટચ થવાનો સંકેત મળે છે. જે બાદ અમ્પાયર પોતાનો નિર્ણય લઈ શકે છે. આજે અમે તમને આ અલ્ટ્રા-એજ ટેક્નોલોજી વિશે જણાવીશું. આ ટેક્નોલોજી શું છે અને તે ક્રિકેટમાં કેવી રીતે કામ કરે છે?
અલ્ટ્રા-એજ ટેક્નોલોજી શું છે?
અલ્ટ્રા એજ એ સ્નિકોમીટરનું એક એડવાન્સ વર્ઝન છે, જેનો ઉપયોગ એજ ડિટેક્શન માટે કરવામાં આવે છે. સ્નિકોમીટર ટેકનોલોજીની શોધ સૌથી પહેલા બ્રિટિશ કોમ્પ્યુટર વૈજ્ઞાનિક એલન પ્લાસ્કેટ દ્વારા કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ 1999માં યુકેની ચેનલ 4 દ્વારા કરવામાં આવ્યો હતો.
લાંબા સમય સુધી કરાયું ટેસ્ટિંગ
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Massachusetts Institute of Technology)ના એન્જિનિયરો દ્વારા આ સિસ્ટમની લાંબા સમય સુધી ટેસ્ટિંગ કરવામાં આવી હતી. જે બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા અલ્ટ્રા-એજ ટેક્નોલોજીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.
કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી?
તમને જણાવી દઈએ કે, આ ટેક્નોલોજી સ્ટમ્પની અંદર ઈન્સ્ટોલ કરાયેલા માઈક, પિચ અને મેદાનની આસપાસ લગાવેલા વિવિધ કેમેરાનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ બોલ બેટને સ્પર્શે છે, ત્યારે બોલ એક સ્પેશિયલ સાઉન્ડ પ્રોડ્યૂસ કરે છે, જેનાથી વિકેટ માઈક દ્વારા કેપ્ચર કરવામાં આવે છે. જે બાદ ટ્રેકિંગ સ્ક્રીન પર તેના વિશે જાણી શકાય છે.
બેટ અને પેડના અવાજને સમજવામાં સક્ષમ
ખાસ વાત એ છે કે આ ટેક્નોલોજી બેટ અને પેડમાંથી નીકળતા અવાજ (સાઉન્ડ) વચ્ચેનો તફાવત પણ સમજી શકે છે. જેમ-જેમ બોલ બેટની નજીક આવે છે તેમ તેમ મેદાનની અપોઝિટ એન્ડ પર લાગેલા કેમેરા વિઝ્યુલ એલસ્ટ્રેશન માટે બોલને ટ્રેક કરે છે. બેટમાં હાજર માઇક્રોફોન બેટથી બોલના ટકરાવવાના અવાજને ઓસિલોસ્કોપ કેપ્ચર કરે છે. આ ઓસિલોસ્કોપ સાઉન્ડ એનર્જીના તરંગોમાં દેખાય છે. આ પછી જ અમ્પાયર પોતાનો નિર્ણય સંભળાવે છે.