ICC Women's T20 World Cup Schedule 2024: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ વર્લ્ડ કપની શરૂઆતની મેચ 3 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં સામેલ છે. ભારત 4 ઓક્ટોબરે સિલ્હટમાં ન્યૂઝીલેન્ડ સામે મેચની શરૂઆત કરશે.
ADVERTISEMENT
ભારતના ગ્રુપમાં પાકિસ્તાન પણ છે
ભારતને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1ની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ-બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-2 છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે કેપટાઉનમાં યજમાન દક્ષિણ આફ્રિકાને હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020માં હતું, જ્યારે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે સિલ્હટમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. અને 6 ઓક્ટોબરે તેનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ત્યારબાદ 9 ઓક્ટોબરે તેણીનો ક્વોલિફાયર-1નો સામનો થશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમ તેની તમામ ગ્રુપ મેચ સિલ્હટમાં રમશે.
ગૃપ આ પ્રકારે છે
ગ્રુપ A: ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ક્વૉલિફાયર-1
ગ્રુપ-B: દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ક્વૉલિફાયર-2
મહિલા T20 વર્લ્ડ કપ શેડ્યૂલ
4 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, સિલહટ
6 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, સિલહટ
9 ઓક્ટોબર: ભારત vs ક્વોલિફાયર-1, સિલહટ
13 ઑક્ટોબર: ભારત vs ઑસ્ટ્રેલિયા, સિલહટ
17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલહટ
18 ઓક્ટોબર: બીજી સેમિફાઇનલ, ઢાકા
20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા
ADVERTISEMENT