IND vs SA Test: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમને બીજો ઝટકો, હવે ICCએ કરી સજા

India vs South Africa Test: સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતને ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ…

gujarattak
follow google news

India vs South Africa Test: સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતને ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ હાર બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બે પોઈન્ટ પણ ગુમાવ્યા છે.

ICCએ ટીમ ઈન્ડિયાને કર્યો દંડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી 2 પોઈન્ટ કપાઈ ગયા છે. આ સાથે ICCએ મેચ ફીના 10 ટકાનો દંડ પણ લગાવ્યો છે. અમીરાત ICC એલિટ પેનલના મેચ રેફરી ક્રિસ બ્રોડે લક્ષ્યાંકથી બે ઓવર ઓછી ફેંકવા બદલ ભારતીય ટીમને આ સજા કરી હતી.

સ્લો ઓવર રેટ માટે મળી સજા

ICCના નિયમો અનુસાર, જો ટીમ નિર્ધારિત સમયમાં ચોક્કસ સંખ્યામાં ઓવર ફેંકવામાં અસમર્થ હોય તો તેને સ્લો ઓવર રેટનો ઓફેન્સ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને દરેક ઓવર માટે મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 2 ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે તેને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ નુકસાન

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકા સામેની હારથી ભારતને ઘણું નુકસાન થયું છે. તેણે મેચ ફીની સાથે 2 પોઈન્ટ પણ ગુમાવ્યા છે. દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા અને બાંગ્લાદેશ ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તે પાંચમા નંબર પર છે.

    follow whatsapp