ICC Cricket Rules Change: નવા વર્ષમાં ક્રિકેટના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાસ કરીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક મોટી સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે, જેનો ફાયદો ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી લઈ રહ્યા હતા. આ ફેરફાર સ્ટમ્પિંગના વિડિયો રિવ્યૂ સાથે સંબંધિત છે. હવે આ રિવ્યૂ સાઇડ-ઓન કેમેરાના રિપ્લે જોઈને જ લેવામાં આવશે, એટલે કે હવે અમ્પાયર સ્ટમ્પિંગ ચેક કરતી વખતે બેટની ધાર તપાસશે નહીં.
ADVERTISEMENT
વિકેટકીપર લાભ લેતો હતો
કેટલાક સમયથી વિકેટકીપર સ્પિન બોલર્સ સામે જ્યારે બોલ બેટની નજીકથી જાય તો સ્ટમ્પિંગ કરી દેતા હતા. અમ્પાયરે સ્ટમ્પિંગને રિવ્યૂ કરવુ પડતું હતું, જેના કારણે ડીઆરએસ લીધા વિના બેટની ધારે બોલ અડ્યો કે નહીં તેની તપાસ કરાતી હતી. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે ભારત સામેની હોમ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરી ઘણી વખત જાણીજોઈને બેટ્સમેનને સ્ટમ્પિંગ કરતો હતો. જ્યારે અમ્પાયરે થર્ડ અમ્પાયરને સ્ટમ્પિંગ માટે સંકેતો આપ્યા ત્યારે બેટની ધારની પણ તપાસ કરાતી હતી. આ કારણે રિવ્યુ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ માટે ટીમનો પોતાનો ડીઆરએસ વાપરવામાં આવ્યો ન હતો. હવે આવું નહીં થાય.
નવા નિયમ અનુસાર સ્ટમ્પિંગ રિવ્યું માત્ર નિરીક્ષણ માટે જ રહેશે
નવા નિયમ અનુસાર, ‘સ્ટમ્પિંગ રિવ્યૂ માત્ર સ્ટમ્પિંગનું નિરીક્ષણ કરવા માટે જ હશે, જેથી ટીમો અન્ય રીતે રિવ્યૂ કરવા માટે તેના રિવ્યૂને ખર્ચ્યા વિના લાભ ન લઈ શકે.’ આ ફેરફારો 12 ડિસેમ્બર, 2023થી અમલમાં આવ્યા છે. ક્રિકબઝના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ICC ના અન્ય ફેરફારો
અન્ય ફેરફાર કનકશન રિપ્લેસમેન્ટ સંબંધિત છે. આ નવા નિયમ અનુસાર, જો બહાર કરેલા ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને પણ બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, થર્ડ અમ્પાયર પાસે ફ્રન્ટ ફુટ સિવાયના તમામ પ્રકારના ફુટ ફોલ્ટ નૉ બોલને આપમેળે તપાસવાનો અધિકાર હશે.
ADVERTISEMENT