ICC વર્લ્ડ કપ પ્લેઈંગ-11ની જાહેરાત, ચેમ્પિયન કેપ્ટનની બાદબાકી, આ 6 ભારતીયોને મળ્યું સ્થાન

Yogesh Gajjar

• 07:57 AM • 20 Nov 2023

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પ્લેઈંગ 11 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6…

gujarattak
follow google news

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પ્લેઈંગ 11 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને સ્થાન આપવામાં આવ્યું નથી. ICCએ પોતાની આ પ્લેઈંગ-11ના કેપ્ટન રોહિત શર્માને બનાવ્યા છે.

આ પણ વાંચો

કોહલી સહિત આ ખેલાડીઓનો સમાવેશ

રોહિત શર્મા સિવાય બાકીના 5 ભારતીયોમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેલોર્ડ કોએત્ઝીને 12મા ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના બે ખલાડીઓની પસંદગી

આ પ્લેઈંગ-11માં ભારતીયો ઉપરાંત સાઉથ આફ્રિકાના વિકેટકીપર ઓપનર ક્વિન્ટન ડીકોકને પણ સ્થાન મળ્યું છે. જ્યારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના માત્ર બે ખેલાડીઓને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. આ છે સ્પિનર ​​ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને સ્પિનર ​​એડમ જામ્પા.

પાકિસ્તાન-ઈંગ્લેન્ડના એકપણ પણ ખેલાડી નહીં

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ડેરેલ મિચેલને મિડલ ઓર્ડરમાં સ્થાન મળ્યું છે. બોલિંગમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાની પ્લેઈંગ-11માં પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશના એક પણ ખેલાડીને સ્થાન આપવામાં નથી આવ્યું.

પ્રદર્શનના આધારે ICCએ ટીમ પસંદ કરી

ICCએ તમામ ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પ્લેઈંગ-11માં સ્થાન આપ્યું છે. આ જ કારણ છે કે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 ખેલાડીઓને પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજાની પસંદગી ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે કરવામાં આવી છે.

વર્લ્ડ કપ 2023ના ટોપ-5 સ્કોરર

– વિરાટ કોહલી – 765 રન
– રોહિત શર્મા – 597 રન
– ક્વિન્ટન ડી કોક – 594 રન
– રચિન રવિન્દ્ર – 578 રન
– ડેરેલ મિચેલ – 552 રન

વર્લ્ડ કપ 2023ના ટોપ-5 વિકેટ ટેકર

– મોહમ્મદ શમી – 24 વિકેટ
– એડમ જામ્પા – 23 વિકેટ
– દિલશાન મદુશંકા – 21 વિકેટ
– જસપ્રીત બુમરાહ – 20 વિકેટ
– ગેરાલ્ડ કોએત્ઝી – 20 વિકેટ

ICCએ પસંદ કરી પ્લેઈંગ-11

ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરેલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ જામ્પા અને મોહમ્મદ શમી.

 

    follow whatsapp