Jioની અસર, હોટસ્ટાર હવે ODI વર્લ્ડકપ અને એશિયા કપની મેચો મોબાઈલ પર ફ્રીમાં બતાવશે

ડિઝની પ્લસ હોટસ્ટારે ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે મોબાઇલ યુઝર્સને એશિયા કપ અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ…

gujarattak
follow google news

ડિઝની પ્લસ હોટસ્ટારે ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે મોબાઇલ યુઝર્સને એશિયા કપ અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે સબસ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. એટલે કે તમે એશિયા કપ અને વર્લ્ડ કપની મેચો મોબાઈલ પર Hotstar એપ પર ફ્રીમાં જોઈ શકશો. જ્યારે આ પહેલા લાઈવ ક્રિકેટ મેચ જોવા માટે Hotstar પર એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું. તમને જણાવી દઈએ કે એશિયા કપ અને ODI વર્લ્ડ કપના લાઈવ સ્ટ્રીમિંગ રાઈટ્સ હોટસ્ટાર પાસે છે.

IPLની રેકોર્ડ-બ્રેક વ્યૂરઅશિપ પછી ડિઝનીનો નિર્ણય
IPLની રેકોર્ડ-બ્રેક વ્યૂઅરશિપ પછી, ડિઝની સ્ટારે નિર્ણય લીધો છે કે તે મોબાઇલ વપરાશકર્તાઓ માટે વર્લ્ડ કપ અને એશિયા કપની મેચ માટે સબ્સ્ક્રિપ્શન્સ રાખશે નહીં. કંપનીનો દાવો છે કે 540 મિલિયનથી વધુ મોબાઈલ યુઝર્સને આનો ફાયદો થશે, તેઓ મોબાઈલ પર મેચ ફ્રીમાં જોઈ શકશે.

જાહેરાત મુજબ, ડિઝની+ હોટસ્ટારને ફ્રી લેવાનો નિર્ણય “ક્રિકેટની રમતને વધુ લોકો સુધી લઈ જવા”નો હેતુ છે. આ દ્વારા, કંપની ભારતમાં વધુને વધુ મોબાઇલ વપરાશકર્તાઓ માટે ક્રિકેટ અને ડિઝની+ હોટસ્ટાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બંનેને વધુ સુલભ બનાવવાની પણ યોજના ધરાવે છે.

ગયા વર્ષ સુધી, ભારતમાં રમાતી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLનું લાઇવ સ્ટ્રીમિંગ પણ Disney Plus Hotstar પર હતું. પરંતુ આ વર્ષે, ડિઝની સ્ટારે માત્ર ટેલિકાસ્ટ અધિકારો જાળવી રાખ્યા હતા જ્યારે સ્ટ્રીમિંગ બિડ Jio દ્વારા જીતવામાં આવી હતી. આ વખતે IPL મેચો Jio સિનેમા પર ફ્રીમાં સ્ટ્રીમ થઈ રહી હતી.

એશિયા કપનું શિડ્યુલ હજુ આવવાનું બાકી, યજમાની અંગે શંકા
ક્રિકેટ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ BCCI પોતાની ટીમને ત્યાં મોકલવા માગતું ન હતું. એશિયા કપ પાકિસ્તાનની બહાર યોજાશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. એશિયા કપ જ્યાં યોજાઈ શકે છે ત્યાં શ્રીલંકાનું નામ ટોચ પર છે. એશિયા કપનું સંપૂર્ણ શિડ્યુલ આવવાનું બાકી છે. ભારતમાં એશિયા કપનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર થશે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાશે
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે, જે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન રમાશે. વર્લ્ડ કપને હવે 4 મહિના પણ બાકી નથી. તેના ટાઈમ ટેબલમાં વિલંબનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2019 વર્લ્ડ કપનું શેડ્યૂલ 13 મહિના પહેલા આવી ગયું હતું. 2015ના વર્લ્ડ કપનું શેડ્યૂલ 18 મહિના અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી સપ્તાહના અંત સુધીમાં વર્લ્ડ કપનો કાર્યક્રમ આવી શકે છે. બીસીસીઆઈએ આઈસીસીને શેડ્યૂલ સબમિટ કર્યા પછી, આઈસીસી અન્ય ટીમો અને બ્રોડકાસ્ટર્સ સાથે પણ ચર્ચા કરશે.

    follow whatsapp