IPL 2024 માં બુધવારનો દિવસ ખાસ! પહેલા હૈદરાબાદ અને પછી કોલકાતાએ RCBનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

વર્તમાન સિઝનની બે મેચમાં બેટ્સમેનોએ એટલા રન બનાવ્યા કે IPLના ઈતિહાસમાં સૌથી વધુ 263 રનનો સ્કોર 8 દિવસમાં બે વખત તૂટી ગયો છે. આ વિશે રસપ્રદ વાત એ છે કે બંને વખત બુધવારે  આ રનનો રેકોર્ડબ્રેક થયો છે. 

IPL 2024

બુધવારનો દિવસ ખાસ!

follow google news

Highest Team Totals in IPL & T20: વિશ્વની સૌથી રોમાંચક T20 લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તેની 17મી સીઝન ખૂબ જ ધૂમ મચાવી રહી છે. બેટ્સમેનોની જુસ્સાદાર બેટિંગ હેડલાઇન્સ બનાવી રહી છે. તેથી જ વર્તમાન સિઝનની બે મેચમાં બેટ્સમેનોએ એટલા રન બનાવ્યા કે IPLના ઈતિહાસમાં સૌથી વધુ 263 રનનો સ્કોર 8 દિવસમાં બે વખત તૂટી ગયો છે. આ વિશે રસપ્રદ વાત એ છે કે બંને વખત બુધવારે  આ રનનો રેકોર્ડબ્રેક થયો છે. 

શું બુધવારનો દિવસ IPLના બેટ્સમેન માટે લક્કી?

સૌ પ્રથમ 27 માર્ચ (બુધવાર) ના રોજ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમના ખેલાડીઓએ આ તોફાની બેટિંગ કરી અને 263 રનનો ઐતિહાસિક રેકોર્ડને તોડ્યો હતો. ત્યારબાદ 8માં દિવસે એટલે કે ગઇકાલે બુધવારે (3 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના બેટ્સમેનોએ બોલરોની સખત ક્લાસ લીધી અને ફરી એકવાર તોફાની ઈનિંગ્સ સાથે 263 રનનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો. આ રીતે 8 દિવસમાં બીજી વખત 263 રનનો ઐતિહાસિક રેકોર્ડ તૂટી ગયો.

પ્રથમ સનરાઇઝર્સે હોમ ગ્રાઉન્ડ પર રેકોર્ડ બન્યો

સૌ પ્રથમ, પેટ કમિન્સની કેપ્ટનશીપવાળી સનરાઈઝર્સ ટીમે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. IPL ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર હતો. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. RCBએ 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ સામે 5 વિકેટે 263 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો:- Anil Ambani ની કંપનીનું કમબેક! 99 ટકા ગગડ્યા પછી આવી તોફાની તેજી, આ છે મોટું કારણ

IPLના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર 

ગઇકાલે (બુધવારે) શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની કોલકાતાની ટીમે દિલ્હી કેપિટલ્સ (DC) સામે શાનદાર બેટિંગ કરી અને IPL ઈતિહાસમાં બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. કોલકાતાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી હતી અને 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ રીતે કોલકાતાએ 263 રનનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો, પરંતુ સનરાઇઝર્સનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયું. પરંતુ KKR એ IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ પહેલા KKRએ પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે 245 રન બનાવ્યા હતા. આ મેચ 12 મે 2018ના રોજ ઈન્દોરમાં થઈ હતી. KKRએ આ મેચ 31 રને જીતી લીધી હતી.

હવે રાજસ્થાન VS ગુજરાતમાં કોણ બનાવશે રેકોર્ડ?

હવે આગામી બુધવારે (10 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાવાની છે. આવી સ્થિતિમાં હવે પછીનો રેકોર્ડ સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન બનાવે છે કે શુબમન ગિલની કેપ્ટન્સીમાં ગુજરાત બનાવે છે તે જોવું રહ્યું. જો કે, રાજસ્થાનની તકો વધુ સારી દેખાઈ રહી છે કારણ કે આ મેચ તેમના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાશે.

    follow whatsapp