India-Sri Lanka schedule: ભારતીય ટીમ હવે તેના આગામી મિશનની તૈયારી કરી રહી છે. તે 27 જુલાઈથી શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની T20 અને 3 ODI શ્રેણી રમવાની છે. ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ હશે. કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ વનડે સીરીઝમાંથી આરામ લઈ શકે છે.
ADVERTISEMENT
રોહિત-કોહલીના નિર્ણય પર ગંભીર ગુસ્સે!
જ્યારે રોહિત-કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ નવા કોચ ગંભીર આનાથી ગુસ્સે છે અને રોહિત, કોહલી અને બુમરાહને બ્રેક આપવા માંગતા નથી. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ગંભીરે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની વનડે શ્રેણી રમવા માટે કહ્યું છે. આ ખેલાડીઓ T20 વર્લ્ડ કપ બાદ બ્રેક પર છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા હેડ કોચ ગૌતમ ગંભીર નથી ઈચ્છતા કે કોઈ પણ ખેલાડી ODI સિરીઝમાં આરામ કરે. ગંભીરનું માનવું છે કે સિનિયર ખેલાડીઓને આરામ મળી ગયો છે. ગંભીર પોતાની પ્રથમ ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓની મજબૂત ટીમ સાથે લઈ જવા માગે છે.
ADVERTISEMENT