Hardik Pandya: વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચો જીતી છે. અને ટીમ સેમી ફાઇનલમાં પહોંચવાની ખૂબ જ નજીક છે. આમ છતાં એક ખેલાડીની ઈજાના કારણે ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો. અને તે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમનો ભાગ નહોતો. હવે તેની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા હજુ પણ NCAમાં
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, મેડિકલ ટીમ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેમના સ્વસ્થ થવા માટે હજુ થોડા દિવસો રાહ જોશે. આવી સ્થિતિમાં પંડ્યા માત્ર ઈંગ્લેન્ડ જ નહીં પરંતુ શ્રીલંકા સામેની મેચ પણ ચૂકી શકે છે. રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા પગની ઘૂંટીની ઈજા બાદ NCAમાં સ્વસ્થ થઈ રહ્યો છે. જ્યાં તેણે બોલિંગ શરૂ કરી નથી. આવી સ્થિતિમાં, પંડ્યા 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપની છેલ્લી બે લીગ મેચમાં ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.
છેલ્લી બે મેચમાં રમવા માટે ફીટ થઈ શકે
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટના મામલામાં કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. મેનેજમેન્ટને આશા છે કે સ્ટાર ઓલરાઉન્ડર છેલ્લી બે મેચો માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
ADVERTISEMENT