IPL Auction 2024 : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પુર્ણ થતાની સાથે જ ક્રિકેટ ફેન્સની નજરે હવે આઇપીએલ પર નજર ટકેલી છે. આઇપીએલના 2024 ના સંસ્કરણ માટે 19 ડિસેમ્બરે ખેલાડીઓની નિલામી થશે. આ અગાઉ સૌથી વધારે ચર્ચા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન અને મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ ખેલાડી હાર્દિક પંડ્યાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા ગુજરાત ટાયટન્સને છોડીને પોતાની જુની ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં પરત આવી શકે છે. હવે આ ચર્ચામાં દક્ષિણ આફ્રિકા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ પણ જોડાઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ મુંબઇ ઇન્ડિયન્સની તરફતી વર્ષ 2015 માં પોતાની આઇપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બને તેવી શક્યતા
એબી ડીવિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, મને નવાઇ લાગી રહી છે કે, રોહિત શર્મા હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી કરવા દેશે. જો કે રોહિત શર્મા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન્સી કરવાનું ઘણુ દબાણ હોઇ શકે છે. તેવામાં હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી સંભાળીને રોહિત શર્માનું દબાણ ઘટાડી શકે છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે આ મોટા સમાચાર છે. હાર્દિકને વાનખેડે સ્ટેડિયમમાં રમવાનું પસંદ હતું. તેમણે ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રોફી જીતી અને પથી બીજી સિઝનની ફાઇનલમાં પણ પહોંચ્યા. તેમને લાગતું હોય કે હવે સમય આવી ગયો છે.
અત્યાર સુધીનો પંડ્યાનો આઇપીએલ ટ્રેક રેકોર્ડ જબરજસ્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા પોતાની આઇપીએલ કારકિર્દીમાં 30.38 ના સરેરાશ સાથે 2309 રન બનાવ્યા છે. જેમાં 10 અર્ધશતકનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 140ની આસપાસ છે. જે તેમની આક્રમક બેટિંગ દર્શાવેત છે. પંડ્યાનો સર્વોચ્ચ સ્કોર 91 રન છે. હાર્દિક પંડ્યાએ બોલર તરીકે પણ 53 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સને પહેલી જ સિઝનમાં આઇપીએલ ખિતાબ જીતાડવો અને ત્યાર બાદના વર્ષમાં ફાઇનલમાં પહોંચાડ્યા બાદ હાર્દિક પંડ્યાનું નેતૃત્વ કૌશલ્ય પણ સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સે 2015 માં 10 લાખ રૂપિયા જેવી સામાન્ય રકમ આપીને અનકૈપ્ડ ખેલાડી તરીકે પસંદ કર્યો હતો.
ADVERTISEMENT