Hardik Pandya Natasa Stankovic Divorce: બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ ખુદ ક્રિકેટરે કરી છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના અલગ થવાના અહેવાલો આવી રહ્યા હતા. તાજેતરમાં જ નતાશા પણ તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. અંબાણીના લગ્નમાં પણ હાર્દિક એકલો જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. પોસ્ટ શેર કરીને હાર્દિકે જણાવ્યું કે, આ નિર્ણય બંને માટે મુશ્કેલ હતો.
ADVERTISEMENT
હાર્દિકે કરી પોસ્ટ
પોસ્ટ શેર કરતા હાર્દિકે લખ્યું- ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે આ સંબંધને બચાવવા માટે અમારાથી બનતા પ્રયત્નો કર્યા અને બધું જ આપ્યું. પરંતુ હવે અમને લાગે છે કે અમારા બંને માટે અલગ થવો યોગ્ય નિર્ણય છે.
નતાશા તેના હોમ ટાઉન પરત ફરી
તમને જણાવી દઈએ કે, મંગળવારે નતાશા સર્બિયામાં તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી પણ આપી હતી. આ પછી નતાશા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. નતાશા સાથે પુત્ર અગસ્ત્ય પણ જોવા મળ્યો હતો. સ્ટોરી પોસ્ટ કરતા નતાશાએ લખ્યું- આ વર્ષનો તે સમય છે. નતાશાના આ પગલાએ યુઝર્સને ખાતરી આપી હતી કે કપલ વચ્ચે બધુ બરાબર નથી.
ADVERTISEMENT