મોહાલી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની 16મી સિઝનમાં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ, KKR સામેની મેચમાં હાર બાદ હવે ફરી જીતના પાટે ચડી છે. ગુજરાતે પંજાબ કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં 6 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો હતો. તે જ સમયે, તેના કેપ્ટન હાર્દિક પંડ્યા દ્વારા પણ એક મોટી ભૂલ થઈ હતી. જેના કારણે હવે તેને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ધીમો ઓવર રેટ દંડ
IPL 2023 ની 18મી મેચમાં, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતનો સામનો શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચમાં ગુજરાતના બોલરો ફિલ્ડ સેટ કરવા અથવા બોલર સાથે વધુ વાત કરવાના કારણે નિર્ધારિત સમયમાં પોતાની 20 ઓવર પૂરી કરી શક્યા ન હતા. જેના કારણે ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPLની આચાર સંહિતાનો દોષી સાબિત થયો હતો અને આ સિઝનમાં પહેલીવાર હાર્દિકને આ ભૂલ બદલ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સંજ સેમસન પણ ભરી ચૂક્યો છે દંડ
તો હાર્દિક પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પણ આ જ ભૂલ કરી હતી. તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે સંજુની ટીમે પણ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રને હરાવ્યું હતું. હાર્દિકની કેપ્ટનશિપની વાત કરીએ તો છેલ્લી સિઝન 2022માં તેણે IPL ટાઇટલ કબજે કર્યું હતું. આ સિઝનમાં પણ ગુજરાતે ધમાકેદાર શરૂઆત કરી છે અને પ્રથમ ચારમાંથી ત્રણ મેચ જીતી છે. હવે તેની ટીમ ત્રણ મેચમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. આ સાથે જ પંજાબ કિંગ્સની ટીમને ચોથી મેચમાં બીજી હાર મળી હતી.
ADVERTISEMENT