હાર્દિક પંડ્યાએ બોલ સાથે શું કર્યું? કોઈ બોલ્યું- મંત્ર ફૂંક્યો તો કોઈએ કહ્યું કાળું જાદૂ કર્યું

Hardik Pandya: વર્લ્ડ કપ 2023માં શનિવારે (14 ઓક્ટોબર) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મેચ રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કાંટાની…

gujarattak
follow google news

Hardik Pandya: વર્લ્ડ કપ 2023માં શનિવારે (14 ઓક્ટોબર) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મેચ રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આઠમી ઓવરમાં અબ્દુલ્લા શફીને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો છે. તેણે ઇમામ-ઉલ-હકનો શિકાર કર્યો હતો. જોકે, ઈમામને આઉટ કરતા પહેલા હાર્દિકે કંઈક એવું કર્યું જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

હાર્દિક પંડ્યાની વિકેટ બની ચર્ચાનું કારણ

હાર્દિકે 13મી ઓવરના ત્રીજા બોલ પર ઈમાનને આઉટ કર્યો. તેણે ચોથા સ્ટમ્પ પર ફુલર બોલ નાખી, જેના પર ઈમામનું બેટ અડ્યું અને તે વિકેટકીપરના હાથે કેચ આઉટ થઈ ગયો. હાર્દિકે ઈમામને આઉટ કરતા પહેલા બોલ હાથમાં લઈને હાર્દિક મોઢા પાસે લઈ જઈને કંઈક કહ્યું હતું, આમ કરતા તે કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાર્દિકના આમ કરવા પર લોકો ફની રિએક્શન આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે હાર્દિકે જે મંત્ર ફૂંક્યો તે કામ આવ્યો. જો કોઈએ મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, હાર્દિકનું કાળું જાદૂ ચાલી ગયું.

    follow whatsapp