Akshar Patel Wife Pregnant : ભારતીય ટીમે તાજેતરમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતમાં ગુજરાતી ક્રિકેટર અક્ષર પેટલે મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષર પટેલ ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. અક્ષર પટેલને પ્રેમથી બાપુ કહેવામાં આવે છે. પટેલ એક ઉત્તમ ઓલરાઉન્ડર હોવા ઉપરાંત એક ઉત્તમ પિતા પણ બનવાના છે. હા, તમને જણાવી દઈએ કે નડિયાદના વતની અક્ષર પટેલના લગ્ન તેની સોલમેટ મેહા પટેલ સાથે 27 જાન્યુઆરી 2023ના રોજ થયા હતા. હવે એ વાત સામે આવી રહી છે કે અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રેગ્નન્ટ છે. અને 2025નું વર્ષ શરૂ થતાં જ મેહા એક બાળકને જન્મ આપશે.
ADVERTISEMENT
તાજેતરમાં જ મેહા પટેલે તેના સોશિયલ મીડિયા પર 15મી ઓગસ્ટની ઉજવણીનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં નેહા પટેલનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જેના કારણે મેહા પટેલ ગર્ભવતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મેહા પટેલ લગભગ 5 મહિનાથી ગર્ભવતી છે. તે ગર્ભમાં જ તેના બાળકોને સારા સંસ્કાર આપી શકે તે માટે તે નડિયાદમાં સંતરામ મંદિર દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જાય છે. તે મહત્વનું છે કે તમારું ભાવિ બાળક સ્વસ્થ અને સારા સંસ્કારો સાથે જન્મે. મેહાએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોનું બેકગ્રાઉન્ડ પણ સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્રનું છે. તાજેતરમાં ત્યાં 15મી ઓગસ્ટની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવતી તમામ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મેહા પટેલ પણ જોવા મળી રહી છે.
(સ્ટોરી : હેતાલી શાહ - ખેડા, આણંદ)
ADVERTISEMENT