IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ના મજબૂત ખેલાડીએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ખેલાડીએ અચાનક પોતાના આ નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. આનાથી ખેલાડીના કરોડો ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. કોઈને એવી અપેક્ષા નહતી કે આઈપીએલ પહેલા આ વિસ્ફોટક બેસ્ટમેન સંન્યાસ લેવાની જાહેરાત કરી દેશે. ખેલાડીએ માત્ર 36 વર્ષની ઉંમરે સંન્યાસ લેવાનું એલાન કેમ કર્યું, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ આ નિર્ણય ચોંકાવનારો છે. જોકે, ખેલાડીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે IPL રમવાનું ચાલું રાખશે. IPL ઉપરાંત આ ખેલાડી વ્હાઈટ બોલ ક્રિકેટ (White ball cricket) રમવાનું પણ ચાલું રાખશે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિવૃત્તિની કરી જાહેરાત
IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્ માટે રમતા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મૈથ્યુ વેડ (Matthew Wade)એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ મેચ બાદ તેઓ સંન્યાસ લશે. આ ખેલાડીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેમને તેમની સ્થાનિક ટીમ માટે શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ રમવાની છે, જેના કારણે તેઓ IPLની શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં. હવે આ ખેલાડીએ ફાઈનલ બાદ ફર્સ્ટ ક્લાસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ IPL 2024: 'ઈજા તો બહાનું છે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રોહિત શર્માને નથી રમાવી મેચ', સો. મીડિયા પર ચર્ચા તેજ
ખેલાડીએ સપોર્ટર્સનો માન્યો આભાર
પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ આ ખેલાડી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં છેલ્લી મેચ બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે મેથ્યુ વેડે વિક્ટોરિયા તરફથી રમતા કુલ 4 વખત ખિતાબ પોતાના નામે કર્યા છે. તેમાંથી વેડ પોતે બે વખત કેપ્ટન હતા. મેથ્યુ વેડે સંન્યાસ લેતા તે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમણે તેમને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું મારા પરિવાર, મારી પત્ની જુલિયા અને બાળકોનો તેમના યોગદાન માટે આભાર માનું છું. મને ઓસ્ટ્રેલિયા માટે રમવાની ખૂબ મજા આવી છે.
આ પણ વાંચોઃ IPL 2024 શરૂ થતા પહેલા જ આ 9 ખેલાડીઓ બહાર થયા, Gujarat Titans માંથી આ બે ખેલાડી નહીં રમે
વ્હાઈટ બોલ ક્રિકેટ રમશે ખેલાડી
જો કે, મેથ્યુ વેડે તેમના ફેન્સને ખુશખબરી પણ આપી છે. તેમણે કહ્યું કે હું વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાનું ચાલું રાખીશ. આનાથી સ્પષ્ટ છે કે ખેલાડી ભલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો હોય, પરંતુ તેઓ ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય તેઓ T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ રહી શકે છે.
ADVERTISEMENT