6 વર્ષ બાદ થશે યુવરાજસિંહની IPLમાં વાપસી! ચેમ્પિયન ટીમમાં જોડાઈને કરશે કમાલ

IPL 2025 મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી ફ્રેન્ચાઇઝી છોડી શકે છે. હવે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હેડ કોચના પદ માટે યુવરાજ સિંહને વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.

yuvraj singh ipl 2025

યુવરાજસિંહ

follow google news

Yuvraj Singh Head Coach Gujarat Titans: IPL 2025 મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી ફ્રેન્ચાઇઝી છોડી શકે છે. હવે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હેડ કોચના પદ માટે યુવરાજ સિંહને વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ ગુજરાત ટાઈટન્સમાં ફેરફારનો તબક્કો શરૂ થયો છે, જ્યારથી ટીમના મેન્ટોર ગેરી કર્સ્ટને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાત ટાઇટન્સની અંદર ઘણા ફેરફારો શક્ય છે. આશિષ નેહરા અને વિક્રમ સોલંકી સંભવતઃ ટીમ છોડવા જઈ રહ્યા છે અને મુખ્ય કોચ પદ માટે યુવરાજ સિંહના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો શક્ય છે. ગુજરાત ટાઈટન્સના વર્તમાન કોચિંગ સ્ટાફમાં આશિષ કપૂર, નઈમ અમીન, નરેન્દ્ર નેગી અને મિથુન મન્હાસ પણ સામેલ છે, પરંતુ રિપોર્ટ અનુસાર, આ તમામ લોકોએ નવી તકો શોધવાનું શરૂ કર્યું છે.

અદાણી ગ્રુપ ગુજરાત ટાઈટન્સમાં હિસ્સો ખરીદી શકે છે

આ સિવાય એવી અટકળો છે કે અદાણી ગ્રુપ IPL 2025ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે. કદાચ આ જ કારણે ગુજરાતની ટીમમાં ઘણા મોટા ફેરફારો થયા છે. IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહ કોઈપણ ટીમ સાથે સંકળાયેલો ન હોવાથી તેને ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ બનાવવો એ ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય સાબિત થશે. યુવરાજ છેલ્લે 2019માં આઈપીએલમાં ખેલાડી તરીકે જોવા મળ્યો હતો. એ પણ નોંધનીય છે કે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ છે, જે યુવરાજની જેમ પંજાબથી આવે છે.

ગુજરાત ટાઇટન્સ એક વખતની ચેમ્પિયન છે

ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ વર્ષ 2022માં IPLમાં પ્રવેશ કર્યો હતો. આશિષ નેહરા પ્રથમ સિઝનથી જ ગુજરાત ટાઈન્સના હેડ કોચ છે અને તેમણે 2022માં ગુજરાતને IPL ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ટીમ 2023માં ઉપવિજેતા રહી હતી, પરંતુ IPL 2024માં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન ઘણું ખરાબ હતું કારણ કે ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે હતી.

    follow whatsapp