GT vs CSK: અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગિલ-સુદર્શનનું તોફાન, IPL 2024 સદી ફટકારનાર પહેલી જોડી બન્યા

IPL 2024 GT vs CSK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં IPL 2024 ની 56મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનિંગ કરવા આવેલા સાંઇ સુદર્શન અને શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી હતી.

Shubhman Gill and Sai Sudarshan

Shubhman Gill and Sai Sudarshan

follow google news

IPL 2024 GT vs CSK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં (Narendra Modi Stadium) IPL 2024 ની 56મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેના પર ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનિંગ કરવા આવેલા સાંઇ સુદર્શન (Sai Sudarshan) અને શુભમન ગિલે (Shubhman Gill) શાનદાર બેટિંગ કરી હતી. તેમણે શરૂઆતથી જ ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કર્યું. બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી. સાંઈ સુદર્શનના બેટથી મેચમાં શાનદાર સદી જોવા મળી હતી. આ સાથે જ ગિલે પણ સદી ફટકારી હતી. આ IPLમાં ઓપનિંગ કરતી વખતે સદી ફટકારનારી તેઓ પ્રથમ જોડી બની ગયા છે.

સાંઇ સુદર્શનના IPLમાં 1000 રન 

સાંઇ સુદર્શને ગુજરાત ટાઇટન્સ માટે ખતરનાક બેટિંગ કરી અને 51 બોલમાં 103 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમતા સાંઈ સુદર્શન ટોપ ઓર્ડર બેટ્સમેન છે. વર્ષ 2022માં IPL દરમિયાન સુદર્શન પહેલીવાર લાઈમલાઈટમાં આવ્યો હતો. જ્યારે તેણે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા IPL જેવા મોટા મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી હતી. આટલું જ નહીં, સુદર્શન IPLમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ભારતીય પણ બની ગયો.

 

1 વર્ષ જૂનો બદલો લીધો

ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન સાંઇ સુદર્શને એક વર્ષ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ સામે IPLની ફાઈનલ મેચમાં 96 રન બનાવીને આઉટ થયો હતો. જોકે 22 વર્ષના યુવા બેટ્સમેને IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિસ્ફોટક સદી ફટકારીને 1 વર્ષ જૂનો બદલો લીધો હતો.

IPLના ઈતિહાસમાં 100મી સદી

CSK સામેની મેચમાં શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પોતાની ટીમની 'કરો યા મરો' મેચમાં સ્ટાર બેટ્સમેન ગિલે માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી. ગિલે 55 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી અને તુષાર દેશપાંડેના બોલ પર મોટો શોટ રમતા રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. IPLમાં આ ગિલની આ ચોથી સદી હતી. આટલું જ નહીં આ IPLના ઈતિહાસની 100મી સદી પણ હતી.

    follow whatsapp