India vs Pakistan Word Cup Match: આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ત્યારે માહિતી મળી રહી છે કે, આ મેચ પહેલા ગ્રાન્ડ મ્યુઝિકલ સેરેમની યોજાશે. સાથે જ ગોલ્ડન ટિકિટધારક સેલેબ્રિટી પર મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજરી આપશે. ICCની ઓપનિંગ મેચમાં ઉદ્ધાટન સેરેમની ન યોજાઈ પણ ભારત-પાકિસ્તાન મેચમાં મ્યુનિકલ સેરેમની રખાતા હવે ટ્વિટર પર BCCIને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ભારત-પાક મેચમાં અરિજિત સિંહ પરફોર્મ કરશે!
રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા મ્યુઝિકલ સેરેમની યોજાશે. દૈનિક જાગરણના રિપોર્ટ મુજબ તેમાં અરજિત સિંહ પરફોર્મ કરશે. GCAના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું કે, ગોલ્ડન ટિકિટ ધારકો પણ મેચ જોવા માટે હાજર રહેશે. BCCI તરફથી સચિન તેંડુલકર, એક્ટર રજનિકાંત અને અમિતાભ બચ્ચનને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. મેચ જોવા માટે ઘણા VIP પણ સ્ટેડિયમમાં પહોંચશે. બોલિવૂડ સ્ટાર્સની ઈવેન્ટ બપોરે 12.40 વાગ્યે શરૂ થશે અને 1.10 વાગ્યે સમાપ્ત થશે. બાળકો મસ્કોટ બનીને બંને ટીમને મેદાન સુધી લઈ જશે.
પાકિસ્તાની મીડિયા આઉટલેટ પણ મેચ જોવા આવશે
20થી 25 જેટલા પાકિસ્તાની મીડિયા આઉટલેટ પણ મેચ માટે આવી રહ્યા છે. કિરણ પટેલે એ પણ જણાવ્યું હતું કે, તેમણે એપ્રૂવલ મળી ગયું છે અને તમામ વ્યવસ્થા તેમના માટે કરી દેવામાં આવી છે. મેચ માટે PCBના પણ કેટલાક અધિકારીઓ આવી રહ્યા છે.
ટ્વિટર પર BCCIની થઈ રહી છે ટિકા
ICCની ઓપનિંગ મેચમાં કોઈ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. પરંતુ ભારત અને પાકિસ્તાન મેચ માટે મ્યુઝિકલ સેરેમનીનું આયોજન કરાતા હવે ટ્વિટર પર યુઝર્સ BCCIની જાટકણી કાઢી રહ્યા છે. નેટિજન્સનું કહેવું છે કે, વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની રખાઈ નથી. તો તમામ ટીમોમાંથી ભારત અને પાકિસ્તાનની મેચને જ આટલું મહત્વ કેમ અપાઈ રહ્યું છે. શું અન્ય ટીમો તેટલી મહત્વની નથી? શા માટે આ મેચ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT