Gautam Gambhir New Head Coach: ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. BCCI કોઈપણ સમયે પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરની હેડ કોચ તરીકે નિમણૂંકને લઈને જાહેરાત કરી શકે છે. હેડ કોચ માટે અરજી કરનાર ગૌતમ ગંભીર એક માત્ર કેન્ડિડેટ છે. તો આ માટે BCCI ગૌતમ ગંભીરનું ઈન્ટરવ્યુ પણ લઈ ચૂકી છે.
ADVERTISEMENT
ગૌતમ ગંભીરે રાખી છે શરતો
આ સિવાય ગૌતમ ગંભીરે કોચ બનવાને લઈને BCCIની સામે કેટલીક શરતો પણ રાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઈએ ગૌતમ ગંભીરની શરતો માની લીધી છે. તો હવે ગૌતમ ગંભીરની એક ખાસ શરત સામે આવી છે, જે કેટલાક સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી સાથે સંબંધિત છે. જેના કારણે ફેન્સને પણ ઝટકો લાગી શકે છે.
શું છે ગૌતમ ગંભીરની શરતો?
વાસ્તવમાં, વર્ષ 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પાકિસ્તાનમાં થશે. રિપોર્ટ અનુસાર, આ ચેમ્પિયન્સ ટ્રોફી વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા સિનિયર ખેલાડીઓ માટે છેલ્લી તક હોઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા આ ખિતાબને પોતાના નામે ન કરી શકી તો પછી આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી શકાય છે. જોકે, આ ખેલાડીઓને કયા ફોર્મેટમાંથી બહાર કરી શકાય છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
2027 સુધીનો રોડમેપ કરશે તૈયાર
ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ વર્લ્ડ કપ 2027 સુધીનો ટીમનો રોડમેપ તૈયાર કરવા જઈ રહ્યા છે. વ્હાઈટ બોલ ક્રિકેટમાં ગૌતમ ગંભીર યુવા ટીમ ઈન્ડિયાને તૈયાર કરવા ઈચ્છે છે. ટીમ ઈન્ડિયા હાલ ટી20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહી છે. હાલ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ છે.
વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ થશે પૂર્ણ
ટી20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ખતમ થઈ જશે. તેને લઈને ઘણા સમયથી BCCI ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચ શોધી રહી છે. આ પદ માટે વર્તમાન કોચ રાહુલ દ્રવિડે પહેલા જ ફરીથી અરજી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જે બાદ હવે ગૌતમ ગંભીર BCCIની પહેલી પસંદ બની ગયા છે.
ADVERTISEMENT