Bishan Singh Bedi Passed Away: ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદી હવે નથી રહ્યા.
ADVERTISEMENT
બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો, તેઓ ડાબા હાથના શાનદાર બોલર હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી અને તે પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડીનો પણ એક ભાગ હતો.
તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ લીધી હતી. તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 1560 વિકેટ સાથે પૂરી કરી.
ફ્લાઈટેડ લેગ બ્રેકની જાળમાં મોટા-મોટા દિગ્ગજોને ફસાવ્યા
1960-70ના દાયકામાં બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી. ભારતની ધરતી તેમજ વિદેશમાંથી તેમણે મોટા દિગ્ગજોને પોતાની ફ્લાઈટેડ લેગ બ્રેકની જાળમાં ફસાવ્યા હતા.
બેદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી લગભગ 12 વર્ષ સુધી ચાલી
ભારતીય ટીમ સિવાય, પંજાબ માટે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર બિશન સિંહ બેદીએ તેમનો મોટાભાગનો સમય દિલ્હીની રણજી ટીમ સાથે વિતાવ્યો, જેમાં તેઓ 1968માં જોડાયા હતા. બિશન સિંહ બેદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી લગભગ 12 વર્ષ સુધી ચાલી. તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતા (તે દિવસોમાં કલકત્તા) ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
આ મેચ 31 ડિસેમ્બર 1966 થી 5 જાન્યુઆરી 1967 સુધી રમાઈ હતી. ત્યારે તેમને માત્ર એક જ ઇનિંગમાં બોલિંગ કરવાનો મોકો મળ્યો અને બે વિકેટ ઝડપી. આ પછી, તેમણે લીડ્સમાં 13 જુલાઈ 1974ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વનડે મેચ રમી. પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઈંગ્લેન્ડ સામે લંડન ટેસ્ટ મેચમાં રમી હતી. આ મેચ 30 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર 1979 દરમિયાન રમાઈ હતી.
ADVERTISEMENT