ICC Cricket World Cup 2023: વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમનું ફોર્મ એટલું ખરાબ છે કે હવે તેને અફઘાનિસ્તાનની ટીમે પણ હરાવી દીધું છે. વર્લ્ડ કપની 22મી મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 49 ઓવરમાં 286 રન બનાવીને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું અને આ ટુર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી હતી. અફઘાનિસ્તાનની આ જીત બાદ એક પૂર્વ ભારતીય ક્રિકેટરની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને જીતનો શ્રેય પણ મહદ અંશે તેને આપવામાં આવી રહ્યો છે. આ ક્રિકેટરનું નામ છે અજય જાડેજા.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર અફઘાનિસ્તાનના મેન્ટર
અજય જાડેજા અફઘાનિસ્તાન ટીમના મેન્ટર અને આસિસ્ટન્ટ કોચ છે. આ વર્લ્ડ કપ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા અફઘાનિસ્તાન ટીમ સાથે જોડાયેલા હતા. આ વર્લ્ડ કપમાં અજય જાડેજાના માર્ગદર્શનમાં અફઘાનિસ્તાનની ટીમે અત્યાર સુધીની ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને ઘણું નામ કમાઈ લીધું છે. અફઘાનિસ્તાન ટીમની સાથે પાકિસ્તાની ક્રિકેટ ચાહકો અજય જાડેજાના વખાણ કરી રહ્યા છે. અજય જાડેજાએ પણ પોતાના સમયમાં બેટથી પાકિસ્તાન સામે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાની ચાહકોએ અજય જાડેજાના વખાણ કર્યા
1996ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં અજય જાડેજા 6ઠ્ઠા નંબર પર આવ્યો હતો અને તેણે 25 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે પાકિસ્તાન તે મેચ હારી ગયું હતું. ત્યાર બાદ વર્લ્ડ કપ 2023માં પણ અજય જાડેજાએ પોતાની મેન્ટરશિપ હેઠળ પાકિસ્તાનને હરાવ્યું હતું. “આવી સ્થિતિમાં પાકિસ્તાનના એક પ્રશંસકે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે, અને લખ્યું છે કે, અજય જાડેજાએ 1996માં બેંગલુરુમાં અમને હરાવ્યા હતા અને આજે તેણે ચેન્નાઈમાં પણ અમને હરાવ્યા હતા. માની ગયા ઉત્સાદ.”
જો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચની વાત કરીએ તો પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરવા આવેલી અફઘાનિસ્તાન ટીમના ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. તે પછી રહેમાનુલ્લા ગુરબાઝ (65), ઈબ્રાહીમ ઝદરાન (87), રહમત શાહ (77 અણનમ), હશમતુલ્લાહ શાહિદી (48 અણનમ) હતા. આ ચાર ઇનિંગ્સની મદદથી અફઘાનિસ્તાને 49 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા અને વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો.
ADVERTISEMENT