BAN vs SL: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એકપણ બોલ રમ્યા વગર બેટર આઉટ, જાણો ‘ટાઈમ આઉટ’ના વિચિત્ર નિયમ વિશે

BAN vs SL ICC World Cup Match: રોમાંચક મેચોની સાથે, ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં પણ ઘણા વિવાદો પ્રકાશમાં આવ્યા છે. દરમિયાન, સોમવારે…

gujarattak
follow google news

BAN vs SL ICC World Cup Match: રોમાંચક મેચોની સાથે, ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં પણ ઘણા વિવાદો પ્રકાશમાં આવ્યા છે. દરમિયાન, સોમવારે (6 નવેમ્બર) એક ઐતિહાસિક વિવાદ પ્રકાશમાં આવ્યો. આ દિવસે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી.

આ મેચમાં શ્રીલંકન ખેલાડી એન્જેલો મેથ્યુસ વિચિત્ર રીતે આઉટ થયો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. વાસ્તવમાં, અમ્પાયરે મેથ્યુઝને ‘ટાઈમ આઉટ’ કહ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ ખેલાડી આ રીતે ‘ટાઇમ આઉટ’ થયો હોય.

મેથ્યૂઝની એક ભૂલ તેના પર જ ભારે પડી

આ સમગ્ર ઘટના શ્રીલંકાની ઇનિંગ્સ દરમિયાન 25મી ઓવરમાં બની હતી. આ ઓવર બાંગ્લાદેશ ટીમના કેપ્ટન અને સ્પિનર ​​શાકિબ અલ હસને કરી હતી. શાકિબે સાદિરા સમરવિક્રમાને બીજા બોલ પર જ કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી એન્જેલો મેથ્યુસ આગામી બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો. પરંતુ આ દરમિયાન તેનાથી કોઈ ગરબડ થઈ ગઈ.

મેથ્યુસના હેલ્મેટમાં પ્રોબ્લેમ હતો. ક્રિઝ પર આવીને, તેણે પેવેલિયન તરફ તેના સાથી ખેલાડીઓને બીજું હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો. પરંતુ તે દરમિયાન શાકિબે ઓન-ફીલ્ડ અમ્પાયર પાસેથી ‘ટાઇમ આઉટ’ માટે અપીલ કરી હતી. વિડિયો જોઈને એવું લાગી રહ્યું હતું કે પહેલા મેદાન પરના અમ્પાયરે તેને મજાક માની હતી, પરંતુ શાકિબે ખુલાસો કર્યો કે તે ખરેખર અપીલ કરી રહ્યો હતો.

146 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે

ત્યારબાદ બંને મેદાન પરના અમ્પાયરોએ એકબીજા સાથે વાત કરી અને મેથ્યુઝને ‘ટાઈમ આઉટ’ કહ્યો. આ રીતે શ્રીલંકાની ટીમે એક જ બોલ પર બે વિકેટ ગુમાવી દીધી હતી. અમ્પાયરના નિર્ણય બાદ મેથ્યુઝ નિરાશ થયો હતો અને તેણે બોલ રમ્યા વગર જ મેદાન છોડવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ ખેલાડીનો આ રીતે ‘ટાઈમઆઉટ’ થયો હોય.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટ 1877થી રમાઈ રહ્યું છે. આ પછી ODI અને T20 ઇન્ટરનેશનલ ફોર્મેટ આવ્યા. પરંતુ ત્રણેય ફોર્મેટના 146 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેન ટાઈમ આઉટ થયો છે.

    follow whatsapp