IPL 2024: M.S Dhoniની દિવાનગી, ચાલુ મેચે અચાનક એવું થયું કે સુરક્ષાકર્મીઓ દોડતા થયા

GT vs CSK MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની દિવાનગીનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધાના ચાર વર્ષ પછી પણ ફેન્સ તેમની એક ઝલક જોવા માટે તરસે છે.

GT vs CSK MS Dhoni

M.S Dhoniની દિવાનગી

follow google news

GT vs CSK MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની દિવાનગીનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધાના ચાર વર્ષ પછી પણ ફેન્સ તેમની એક ઝલક જોવા માટે તરસે છે. 42 વર્ષના માહીની હવે માત્ર IPLમાં જ ઝલક જોવા મળે છે, આ કારણે જ CSKની મેચ દેશના કોઈપણ ખૂણામાં કેમ ન હોય, આ મેચને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી ફેન્સ આવે છે. 

મેચ દરમિયાન ફેન્સે વટાવી દીધી હદ 

એક તરફ ફેન્સ પોતાની ટીમની વિકેટ પડવાથી દુઃખી હોય છે, તો બીજી તરફ CSKના ફેન્સને તેનાથી ખુશી પણ મળે છે કારણ કે અન્ય ખેલાડી આઉટ થાય તો 'થાલા' બેટિંગ કરવા આવે અને તેઓ તેમને રનોનો વરસાદ કરતા જોઈ શકે. શુક્રવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ અને સીએસકે  (CSK) વચ્ચેની મેચ દરમિયાન એક ફેન્સે તો હદ જ વટાવી દીધી. ચાલુ મેચે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે માહીનો બિગ ફેન મેદાનમાં ઘુસી ગયો અને પછી મહેન્દ્રસિંહ ધોનીએ કંઈક એવું કર્યું કે જેણે ફેન્સનું દિલ જીતી લીધું.

મેદાનમાં ઘુસી ગયો ફેન્સ 

આ ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિગ્સની છેલ્લી ઓવરમાં બની છે. મહેન્દ્રસિંહ ધોની 20મી ઓવરમાં રાશિદ ખાનની બોલ પર બે સિક્સર લગાવી ચૂક્યા હતા. ત્યારે એક જબરો ફેન્સ તમામ સિક્યોરિટી તોડીને મેદાનમાં ઘુસી ગયો અને ધોનીના પગે પડી ગયો. ફેન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ વીડિયો-

GT સામે CSKની હાર

મહેન્દ્રસિંહ ધોનીએ આ મેચમાં 11 બોલ પર 26 રનની અણનમ ઈનિંગ રમી. જોકે, તેઓ તેમની ટીમને જીત ન આપાવી શક્યા. ગુજરાત ટાઈટન્સ આ મેચમાં પહેલા બેટિંગ કરતા 231 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા CSK 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 જ રન બનાવી શકી હતી. ચેન્નાઈની આ 12 મેચોમાં છઠ્ઠી હાર છે. 

    follow whatsapp