RCB Fan Demand To MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી સીઝનમાં એટલે કે 2023માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈની ટીમે કુલ પાંચ આઈપીએલ ટ્રોફી જીતી છે. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તે IPL ટીમોમાં આવે છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. જોકે તે અત્યાર સુધી એક પણ ટાઇટલ જીતી શકી નથી. દરમિયાન, RCBના એક પ્રશંસકે એમએસ ધોનીને બેંગ્લોર ટીમને ટ્રોફી જીતાડવામાં મદદ કરવા કહ્યું, જેનો CSK કેપ્ટને ખૂબ જ ‘ચતુરાઈથી’ જવાબ આપ્યો.
ADVERTISEMENT
ધોની પાસે RCBને ટ્રોફી જીતાડવા ફેને મદદ માગી
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં RCBનો એક ડાઈ હાર્ડ ફેન બેંગ્લોર ટીમને ટ્રોફી જીતવામાં મદદ કરવા માહી સાથે વાત કરી રહ્યો છે. વીડિયોમાં, ચાહક MS ધોનીને કહે છે, “હું 16 વર્ષથી RCBનો ડાઇ હાર્ડ ફેન છું. જેમ તમે CSK માટે પાંચ ટાઇટલ જીત્યા છે, હું ઇચ્છું છું કે તમે આવો, સમર્થન આપો અને RCB માટે એક ટ્રોફી જીતો.” ફેન્સની આ માંગ સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા.
ધોનીએ જુઓ શું જવાબ આપ્યો?
ધોનીએ RCBના પ્રશંસકોના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, “તે ઘણી સારી ટીમ છે. પરંતુ ક્રિકેટમાં, બધું પ્લાન મુજબ નથી ચાલતું. તેથી, જો તમામ 10 ટીમો પાસે સંપૂર્ણ ખેલાડીઓ છે, તો તે ખૂબ જ મજબૂત ટીમ છે. પરંતુ સમસ્યા ત્યાંથી શરૂ થાય છે જ્યારે તમે ઈજા અથવા તેના જેવી કોઈ વસ્તુને કારણે કેટલાક ખેલાડીઓની ખોટ અનુભવો છો.”
માહીએ વધુમાં કહ્યું, “તે ખૂબ જ સારી ટીમ છે અને IPLમાં દરેક પાસે સારી તક છે. અત્યારે મારી પોતાની ટીમ વિશે ચિંતા કરવા જેવી ઘણી બાબતો છે. તેથી, હું દરેક ટીમને શુભેચ્છા પાઠવું છું. પરંતુ આ સિવાય હું વધારે કંઈ કરી શકતો નથી, કારણ કે કલ્પના કરો કે જો હું બીજી ટીમને મદદ કરવા આવું તો અમારા ચાહકોને કેવું લાગશે.”
ADVERTISEMENT